(ANI Photo/ ANI Pic Service)

ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટી સિટીમાં સરકારે દારુ પીવાની મંજૂરી આપ્યા પછી આ ભાવિ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબમાં જમીન અને ક્લબની મેમ્બરશિપના ભાવમાં ઉછાળો આવ્યો છે.

ગિફ્ટ સિટી ક્લબના સત્તાવાળાઓએ ક્લબની મેમ્બરશીપમાં ધરખમ વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. કોર્પોરેટ મેમ્બરશીપમાં વધારો કરી દેવાયો છે, જ્યારે ઈન્ડિવિજ્યુઅલ મેમ્બરશીપના ભાવોમાં પણ પહેલી જાન્યુઆરીથી તોતિંગ વધારો થશે. કોર્પોરેટ મેમ્બરશીપ હાલની રૂ.16.50 લાખથી વધારીને રૂ 20 લાખ કરાઈ છે. પહેલી જાન્યુઆરીથી ઈન્ડિવિડ્યુઅલ મેમ્બરશીપ પણ રૂ.7 લાખથી વધારીને રૂ. 10 લાખ કરાશે.

ગિફ્ટ સિટીમાં દારૂની છુટથી ત્યાં આવેલી ક્લબમાં ભારે ધસારો રહેવાની શક્યતાને કારણે આ હિલચાલ કરવામાં આવી હતી.

ગિફ્ટ સિટી ક્લબમાં ત્રણ પ્રકારની મેમ્બરશીપ આપવામાં આવે છે. જેમાં પ્રીમિયમ મેમ્બરશીપ, કોર્પોરેટ મેમ્બરશીપ અને શોર્ટ- ટર્મ નોન રિફંડેબલ મેમ્બરશીપનો સમાવેશ થાય છે.

ગિફ્ટ સિટી ક્લબમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેમાં કિડ્સ પ્લે એરિયા, ઈન્ફિનિટી પૂલ, આઉટડોર સ્પોર્ટસમાં ફૂટબોલ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, ક્રિકેટ, ટેનિસ, પિકલબોલ સહિતની રમતો માટેની સુવિધા છે. આ ઉપરાંત જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ, સ્ક્વોશ, બેડમિન્ટન, પૂલ, સ્નુકર, કાર્ડરૂમ, એમ્ફી થિયેટર, પ્રીમિયમ રૂમ્સ, પ્રેસિડેન્શિયલ સ્યુટ, એક્ઝિક્યુટીવ પૂલ વ્યૂ રૂમ, ગિફ્ટ સ્યૂટનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

five × five =