પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લંડનવાસીઓ આગામી થોડા અઠવાડિયામાં ગરમ ​​તાપમાનનો આનંદ માણી શકશે. આગાહી કરાઇ છે કે આપણે રાજધાનીમાં અત્યાર સુધીના વર્ષના સૌથી વધુ તાપમાનનો અનુભવ કરી શકીશું. મેટ ઑફિસના જણાવ્યા અનુસાર, બુધવાર, 15 જૂનથી તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી વધી શકે છે અને શુક્રવાર, જૂન 17 ના રોજ તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

સ્પેન હાલમાં હીટવેવની મધ્યમાં છે અને ત્યાં તાપમાન 44 સેલ્સીયસ સુધી પહોંચવાની આગાહી છે. તે ગરમી વિકેન્ડમાં યુકેના ઉત્તર તરફ અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ તરફ આગળ વધી શકે છે.