(Photo by Christopher FurlongGetty Images)

પાટનગર લંડનમાં રહેતા દસ મિલિયન લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આગામી અઠવાડિયામાં કોરોનાવાયરસને ડામવા માટે કડક પ્રતિબંધ મૂકાય તેવી સંભાવના છે. મેયર સાદિક ખાને, ગણતરીના દિવસોમાં ઘરમાં લોકોના હળવા મળવા પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સના મિલીયનથી વધુ લોકો આ સપ્તાહના અંતમાં નવી સ્થાનિક લોકડાઉન હેઠળ છે.

લંડનના લેબર મેયર ખાને રાજધાનીમાં વાયરસને નિયંત્રણમાંથી બહાર નીકળવા દેવા માટે ટેસ્ટીંગની અછતને દોષી ઠેરવી ઘરોમાં સામાજિક મિશ્રણ બંધ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘’આ શહેરની હાલત ખૂબ ચિંતાજનક છે. અમે 111 પર કરાતા કૉલ્સ, હોસ્પિટલમાં પ્રવેશ અને ICUમાં દર્દીઓમાં તીવ્ર વધારો થતો જોઈ રહ્યા છીએ.”

એક સરકારી સુત્રએ કહ્યું હતું કે જો દર વધતો બંધ નહિં થાય તો “ઘરમાં હળવા મળવા પરનો પ્રતિબંધ આવશે. લંડન કદાચ નોર્થથી બે કે ત્રણ અઠવાડિયા પાછળ હશે. પરંતુ આવતા અઠવાડિયે અમે ડેટા પર ફરીથી ધ્યાન આપીશું.”

મિનીસ્ટર્સ પબ્સ અને રેસ્ટૉરન્ટ્સ પર “રૂલ ઓફ સિક્સ” અને રાતના 10 વાગ્યાના કર્ફ્યુની અસરો જોવા માટે રાહ જોવા માંગે છે, જે બીજા અથવા બે અઠવાડિયા સુધી સ્પષ્ટ થવાની અપેક્ષા નથી. 44 ટૉરી સાંસદોએ માંગ કરી છે કે બીજા રાષ્ટ્રીય લોકડાઉન પહેલા મત લેવાવો જોઈએ.

તા. 25ના રોજ યુકેમાં વાયરસના 6,874 નવા પોઝીટીવ કેસ હતા અને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દસ દિવસમાં બમણા એટલે કે 1,615 કેસ નોંધાયા હતા. વધુ 34 લોકોના મોત નોંધાયા હતા અને કુલ આંક 41,936 થયો હતો.

ધ સાયન્ટીફીક એડવાઇઝરી ગૃપ ફોર ઇમરજન્સીઝ દ્વારા વાયરસનો પ્રજનન ( R ) દર 1.2 થી 1.5 ની વચ્ચે માનવામાં આવે છે. જો કે તે થોડા અઠવાડિયા જૂનો હોવાનું કહેવાય છે. મુલાકાતીઓ, મિત્રો અને પરિવારજનોના હળવા મળવા પરના પ્રતિબંધોને લીડ્સ, વિગન, સ્ટોકપોર્ટ અને બ્લેકપુલ સુધી લંબાવાયા છે. આ સપ્તાહના અંતમાં કાર્ડિફ, સ્વાન્સી અને સ્લેનેલીમાં સ્થાનિક લોકડાઉન પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ગઈકાલે નવા પગલા જાહેર થયા બાદ પ્રાદેશિક પ્રતિબંધોને આધિન એવા કુલ લોકોની સંખ્યા વધીને 17 મિલિયન થઈ જશે, જે યુકેની વસ્તીના ચોથા ભાગની છે.

ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યું હતું કે “હવે આપણી જીંદગીને રોકી શકીએ નહીં. આપણે વાયરસ સાથે નિર્ભય થઇને જીવવાનું શીખવાની જરૂર છે. કારણ સરકાર ફક્ત વ્યવહારિક નોકરીઓને બચાવવા જ  સબસિડી આપી શકશે. ‘’

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે અહેવાલ આપ્યો હતો કે ચેપગ્રસ્ત સાત લોકોમાંથી એક વ્યક્તિએ બીમાર થતા પહેલા બહાર ખાધુ હોવાનો દાવો કર્યો હતો જ્યારે બીજા લોકોએ અન્ય કોઇ પ્રવૃત્તિ કરી હતી. હોસ્પિટાલીટી ઉદ્યોગ વધુ સ્થાનિક પ્રતિબંધોની સંભાવનાથી ભયભીત છે અને તેમને ડર છે કે લંડનમાં સોશ્યલાઇઝીંગ પ્રતિબંધો ઘણા વ્યવસાયો માટે એક અસ્થાયી ફટકો પાડશે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે “અમે દેશભરમાં કોવિડ-19 કેસોમાં સતત વધારો જોઇ રહ્યા છે. વાયરસના સંક્રમણને ઘટાડવા અને સમુદાયોને સુરક્ષિત રાખવા ઝડપી અને નિર્ણાયક પગલાં લેવામાં આવશે.”

સૌથી વધુ અસરગ્રસ્ત લંડનના બરો રેડબ્રીજમાં ચેપનો દર, 100,000 લોકો દીઠ 46 કેસનો છે. નિષ્ણાંતો  માને છે કે રાજધાનીમાં પોઝીટીવ કેસ કૃત્રિમ રીતે ઓછા છે કારણ કે ટેસ્ટીંગ ક્ષમતા ઉત્તર તરફ વળી છે. ગયા મહિનાના મધ્યભાગથી લંડનમાં ટેસ્ટીંગમાં 43 ટકાનો ઘટાડો થયો છે. નોર્થવેસ્ટમાં તે માથાદીઠ કરતા બમણા છે. જેથી રાજધાનીમાં વધુ મોબાઇલ ટેસ્ટીંગ યુનિટ અને વોક-ઇન કેન્દ્રો ઉપલબ્ધ કરાવવામાં આવશે.