Jharkhand actress shot dead,
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના લોસ એન્જેલસમાં શનિવારે જસ્ટિન બિબર એક પ્રોગ્રામ પછી રેસ્ટોરામાં યોજાયેલી પાર્ટીમાં થયેલા ગોળીબારમાં ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા. નાઇસ ગાય રેસ્ટોરાંની બહાર એક ઝઘડા બાદ ગોળીબાર થયો હતો. તેમાં 60 વર્ષ, 22 વર્ષ, 20 વર્ષ અને 19 વર્ષના ચાર પુરુષોને ઇજા થઈ હતી, એમ એલએપીડી અધિકારી લિઝેથ લોમેલીએ જણાવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસ ટુકડી આવી પહોંચી હતી અને પોલીસને ઘટનાસ્થળેથી બે વ્યક્તિ ઘાયલ મળી આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને તેમની ઇજા જીવલેણ ન હતી. બીજા બે ઘાયલ વ્યક્તિ પોતાની રીતે હોસ્પિટલ ગયા હતા. તમામ ચારેય ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હતી. ડિટેક્ટિવ્સ લોકોને બંદુકધારીની ઓળખ કરવા માટે માહિતી આપવા માટે પ્રત્યક્ષદર્શીઓને અનુરોધ કર્યો હતો. આ ઘટનાના સોશિયલ મીડિયામાં વીડિયો ફરતા થયા હતા. તેમાં દેખાય છે કે રેપર કોડક બ્લેક એક ગ્રૂપના લોકો સાથે ફોટો પડાવી રહ્યાં હતા, ત્યારે રેસ્ટોરાની બહાર ઝઘડો ચાલુ થયો હતો. ઝઘડામાં બ્લેક સહિતના લોકો સામેલ થયા હતા. આ પછી ગોળીબાર થયા હતા અને લોકોએ ભાગદોડ મચાવી હતી.મીડિયા અહેવાલ મુજબ બ્લેકને પણ ગોળીબારમાં ઇજા થઈ હતી.