પ્રતિક તસવીર REUTERS/Ann Wang

બ્રિટનની સૌથી લોકપ્રિય મેકમિલન કેન્સર ચેરિટી ખાતે રેસીઝમ અને બુલીઇંગની સંસ્કૃતિ હોવાનો અને તે “સીસ્ટેમેટીકલી રેસીસ્ટ” હોવાનો ધ ટાઇમ્સ દ્વારા જોવામાં આવેલા આઘાતજનક આંતરિક અહેવાલ બાદ દાવો કરાયો છે.

મેકમિલન કેન્સર સપોર્ટના સ્ટાફે વિવિધતા પ્રત્યે “સુપરફિસિયલ, ટોકેનિસ્ટિક અથવા સૈદ્ધાંતિક અભિગમ”ની ફરિયાદ કરી હતી. ફરિયાદોને “કાર્પેટ હેઠળ બ્રશ કરવામાં આવી હતી” અને વ્હિસલબ્લોઅરને “વોકલ ટ્રબલમેકર” તરીકે ગણવામાં આવતા હતા. એક વખત ઓનલાઈન મીટિંગમાં “પા*” શબ્દનો ઉપયોગ કરાયો હતો પણ કોઈએ ચિંતા વ્યક્ત કરી ન હતી. એક વખત મુસ્લિમ ફંડરેઇઝર ગૃપ ઓફિસની મુલાકાતે આવતા વરિષ્ઠ સ્ટાફ સભ્યએ એક સહકાર્યકરને આદેશ આપ્યો હતો કે “આ લોકો વિશે સુરક્ષા સાથે વાત કરો અને ખાતરી કરો કે તેઓની તપાસ કરવામાં આવી છે”.

એક વિકલાંગ સાથે પણ ખરાબ વ્યવહાર કરાયો હતો. વંશીય લઘુમતી અને વિકલાંગ કર્મચારીઓની ફરિયાદો પછી ચેરિટીના નેતૃત્વ દ્વારા સોંપવામાં આવેલા અહેવાલમાં ઘટનાઓને પ્રકાશિત કરવામાં આવી છે.

£195 મિલિયનની આવક ધરાવતી આ ચેરિટી દ્વારા કરાયેલી કાર્યસ્થળની સમીક્ષાના અહેવાલમાં જણાવાયું છે કે “મેકમિલન ખાતેની સંસ્થાકીય સંસ્કૃતિ પદ્ધતિસરની જાતિવાદી અને સક્ષમ છે. સ્ટાફે જાતિવાદ અને સક્ષમવાદ વિશે વિગતવાર વાત કરી તેના ઉદાહરણો શેર કર્યા હતા. ઘણા કર્મચારીઓએ તીવ્ર દમનકારી અને પીડાદાયક અનુભવોની જાણ કરી હતી.

HR, વરિષ્ઠ નેતાઓ અને લાઇન મેનેજરો દ્વારા “ભેદભાવપૂર્ણ ઘટનાઓને ઘણી વખત નાની દર્શાવાઇ હતી કે અવગણવામાં આવી હતી. જાતિવાદ અથવા ભેદભાવના અન્ય સ્વરૂપો વિશેની ફરિયાદોને સંભાળવાની વાત આવે ત્યારે તેના વરિષ્ઠ નેતાઓ અને HR ટીમમાં “નિષ્ણાત જ્ઞાનનો અભાવ નજરે પડતો” હતો. નોંધપાત્ર સંખ્યામાં નોંધાયેલ ઘટનાઓને અવગણવામાં કે સક્રિયપણે દફનાવવામાં આવી છે.”

ફરિયાદ કરનાર લોકોને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડતો હતો.

ચેરિટીના એડવોકસી અને કોમ્યુનિકેશન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્ટીવન મેકિન્ટોશે જણાવ્યું હતું કે ચેરિટી “મેકમિલન ખાતે ક્યારેય કોઈને દુઃખદાયક અથવા હાનિકારક અનુભવનો સામનો કરવો પડ્યો હોય તે માટે ખૂબ જ દિલગીર છે. પોતાના અનુભવોનું વર્ણન કરનાર સૌનો નિષ્ઠાપૂર્વક આભાર માનીએ છીએ.’’