લંડન ટાઉન ગ્રુપમાં ઈ-કોમર્સ ડિરેક્ટર તરીકે સેવા આપતા શ્રી મધુકર શાહનું મુંબઈમાં, તા. 13 ઑક્ટોબર, 2023, શુક્રવારના રોજ નિધન થયું છે.

તેઓ પોતાની પાછળ પત્ની કલ્પનાબેન સંતાનો શિલિપી, ઉર્જા અને તરુણ તથા ગ્રાન્ડ ચિલ્ડ્રન સાનવી અને મિશ્કાને વિલાપ કરતા મૂકી ગયા છે.

1954માં જન્મેલા મધુકર શાહ સાયન્સની ડિગ્રી સાથે 2000માં લંડન ટાઉન ગ્રુપ(LTG)માં જોડાયા હતા. વેબ ડેવલપમેન્ટ ટીમનું નેતૃત્વ કરીને, તેમણે તે સમયે પ્રથમ હોટેલ વેબસાઇટ્સ અને બુકિંગ એન્જિન બનાવ્યું હતું.

શ્રી મધુકરભાઇએ હાઇ ઓનલાઈન વિઝિબિલિટી હાંસલ કરવા માટે Google અને અન્ય કંપનીઓ સાથે નજીકથી કામ કરીને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનની વિકસતી કુશળતામાં નિપુણતા મેળવી હતી. જેમ જેમ લંડન ટાઉન ગ્રૂપનું વિસ્તરણ થતું ગયું હતું તેમ તેમ મધુકર શાહે અસરકારક ઈ-કોમર્સ વ્યૂહરચના વિકસાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 50 થી વધુ વેબસાઈટ બનાવી અને લોન્ચ કરી હતી.

મધુકર ઈ-કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડેવલપમેન્ટના નવા ટ્રેન્ડ્ઝમાં મોખરે રહ્યા હતા જે સુનિશ્ચિત કરે છે કે જૂથ તમામ નવી ડિજિટલ ટેરેટરીઝને જીતી લે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ લંડન ટાઉન ગ્રૂપના સ્થાપક શ્રી કૂલેશ શાહના નજીકના મિત્ર અને સાથી હતા. જેમણે રિયલ એસ્ટેટ, ફિલાન્થ્રોપી, એનર્જી અને ટેક્નોલોજીમાં અદ્યતન કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરીને મલ્ટિ મિલિયન પાઉન્ડ કોર્પોરેશનમાં જૂથનો વિકાસ કર્યો હતો. કૂલેશને એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં હોટેલિયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

20 − 10 =