(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

કરણ જોહરની ડિજિટલ પ્રોડક્શન કંપની દ્વારા એક વેબ શોની જાહેરાત કરવામાં આવી છે. જેના થકી માધુરી દીક્ષિત ઓટીટી પ્લેટફોર્મ પર પદાર્પણ કરી કરી રહી છે.

માધુરી દીક્ષિતના વેબ શોનું નામ ફાઇડિંગ અનમાકિ હશે, જેમાં તે મહત્ત્વની ભૂમિકામાં દેખાશે. આ શોના દિગ્દર્શક કરિશ્મા કોહલી અને બેજોય નામ્બિયાર છે. આ શોના લેખક શ્રીરાવ અને નિશા મહેતા છે. આ શોમાં માધુરી દીક્ષિત, સંજય કપૂર, માનવ કૌલ, લકસીર શરણ, મુસ્કાર જાફરી વગેરે છે. આ વેબ શોની સ્ટોરી તેમજ માધુરીની ભૂમિકા અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. કરણે નેટફિલ્કસ સાથે આ વખતે મોટા બજેટના પાંચ પ્રોજેક્ટસના એક સાથે કરાર કર્યા છે. જેમાંથી એકમાં માધુરી દીક્ષિત છે. જોઇએ તેણી આ પ્લેટફોર્મ પર કેવી સફળતા મળવે છે.