A beautiful shot of a tigress from Pench tiger reserve

મહારાષ્ટ્રનો પેંચ ટાઈગર રિઝર્વ (PTR) ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક બન્યો બન્યો છે. આ બિરુદ મેળવનાર તે એશિયાનો પાંચમો પાર્ક છે. રાત્રિના આકાશનું રક્ષણ કરવા અને પ્રકાશ પ્રદૂષણને રોકવા માટે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) આ ખિતાબ આપે છે. ડાર્ક સ્કાયના સંરક્ષણને કારણે આ ટાઇઝર રિઝર્વ ખગોળશાસ્ત્રી માટે આદર્શ બન્યો છે.

પીટીઆર મહારાષ્ટ્રના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રભુ નાથ શુક્લાએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર કુદરતી, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંસાધન તરીકે રાત્રિના આકાશના મૂલ્યને મહત્ત્વ આપે છે. આ એજન્સી સંરક્ષિત વિસ્તારોમાં પ્રકૃતિ સંરક્ષણ માટે કુદરતી અંધકારને બચાવવાના મહત્વ પર ભાર મૂકે છે. પ્રકાશ પ્રદૂષણનો વધતો વૈશ્વિક ખતરો આ અમૂલ્ય સંસાધન માટે નોંધપાત્ર જોખમ ઊભું કરે છે.

શુક્લાએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનની આગેવાની હેઠળના ડાર્ક એન્ડ ક્વાયટ સ્કાઇઝ ફોર સાયન્સ એન્ડ સોસાયટી વર્કિંગ ગ્રૂપે રાષ્ટ્રીય અને સ્થાનિક સરકારોને ‘ડાર્ક સ્કાય ઓએસિસ’ની સ્થાપના કરવાની ભલામણ કરી છે. ડાર્ક સ્કાય પ્લેસ સર્ટિફિકેશનમાં લાઇટિંગ પોલિસી, ડાર્ક સ્કાય-ફ્રેન્ડલી રેટ્રોફિટ્સ, નાઇટ સ્કાયની દેખરેખ જેવી બાબતો પર ભાર મૂકવામાં આવે છે.

LEAVE A REPLY

three × three =