Robbers attack two Indian-origin dairy stores in New Zealand
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લે બ્રિજ રોડ, લેટનના 25 વર્ષીય માહી નૂરને ગાંજા અંગેના ટેક્સ્ટ સંદેશાઓના વિવાદને પગલે સાથી હોસ્ટેલના રહેવાસી 32 વર્ષીય અબ્દી ખાદર અદાનની 22 ઓગસ્ટ, 2021ના રોજ હત્યા કરવા બદલ ઓલ્ડ બેઈલી કોર્ટમાં દોષિત ઠેરવી આજીવન જેલની સજા કરાઇ હતી. તેના સાથી, કિરાન મેકહ્યુગે અગાઉની સુનાવણીમાં ન્યાયના માર્ગને વિકૃત કરવા બદલ 20 મહિનાની સજા કરાઇ હતી. જો કે તેને હત્યાના ગુનામાંથી મુક્ત કરાયો હતો.

અબ્દી નૂરના બેડરૂમમાં ગયા બાદ સાડા છ મિનિટ પછી બહાર આવ્યો ત્યારે તેના ગળામાં છરા વડે ઇજા કરાઇ હોવાથી ખૂબ લોહી વહી રહ્યું હતું. જેને હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.

LEAVE A REPLY

3 × four =