Ahmedabad: Police stand outside Shrey Hospital after a major fire broke out, in Ahmedabad, Thursday, Aug. 6, 2020. At least eight people have died at the private hospital for coronavirus patients early Thursday. (PTI Photo) (PTI06-08-2020_000019B)

અમદાવાદના નવરંગપુરામાં સ્થિત શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી ગઈ છે. જેમાં 8 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જે લોકોના મોત થયા છે તે તમામ કોરોનાગ્રસ્ત હતા. ફાયર બ્રિગેટે આગ પર કાબૂ મેળવી લીધો છે.

જો કે, આ હોનારતમાં કોરોનાના દર્દી એવા 5 પુરૂષ અને 3 મહિલા સહિત કુલ 8 દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. આ સાથે જ એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે.

આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. મળતી માહિતી મુજબ રાત્રે 3 વાગે આગ લાગી હતી. આગના કારણની તપાસ ચાલુ છે. આ હોસ્પિટલમાં કુલ 49 લોકો દાખલ હતાં. આઈસીયુમાં દાખલ 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરૂષો અને 3 મહિલા સામેલ છે. જ્યારે 41ને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગે તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા છે.

તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

મૃતકોના નામ આ પ્રમાણે છે
1. આયેશાબેન તિમીજી
2. મનુભાઈ રામી
3. જ્યોતિબેન સિંધી
4. અરવિંદભાઈ ભાવસાર
5. નરેન્દ્રભાઈ શાહ
6. લીલાવતીબેન શાહ
7. નવીનલાલ શાહ
8. આરિફભાઈ મન્સુરી