લેબરના શેડો ઇક્વિલીટીઝ સેક્રેટરી અને બેટરસીના સાંસદ માર્શા ડી કોર્ડોવાએ પોતાના સાઉથ લંડનના માર્જીનલ બેટરસી મતવિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાજીનામું આપ્યુ છે.  શેડો વિમેન્સ મિનિસ્ટર શાર્લોટ નિકોલસે પણ કોઈ રાજકીય વિવાદ સાથે જોડાયા વગર વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી દીધું છે. નિકોલસ ફ્રન્ટબેંચ પર પાછા ફરે તેવી અપેક્ષા છે.

કોર્ડોવાનું રાજીનામું લેબર ચેરમેન કેઇર સ્ટાર્મરને આગામી વિકેન્ડમાં આવનારી લેબર કોન્ફરન્સ પહેલા તેમનું સ્થાન ભરવા માટે નોંધપાત્ર સમય આપશે અને તેની ટૂંક સમયમાં જાહેરાત થવાની અપેક્ષા છે. કોર્ડોવાએ એક ટ્વીટમાં રાજીનામું આપવાની જાહેરાત કરતા કહ્યું હતું કે “છેલ્લા 17 મહિનાથી શેડો વિમેન અને ઇક્વાલીટી સેક્રેટરી તરીકે સેવા આપવી એ એક મોટો લહાવો છે. તેથી ખૂબ જ દુ:ખ સાથે હું તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.  હું મારો વધુ સમય અને પ્રયત્નો બેટરસીના લોકો પર કેન્દ્રિત કરવા માટે આપવા માંગુ છું. હું બેકબેંચમાંથી કેર સ્ટાર્મરને ટેકો આપવાનું ચાલુ રાખીશ.”