દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો હોવા છતાં માસ્કના નિયમોનું પાલન ઘણું જ નીચું છે. દેશના દરેક 3માંથી એક વ્યક્તિ ઘરની બહાર જતી વખતે સાથે માસ્ક રાખતા નથી, એમ ડિજિટલ કમ્યુનિટી આધારિત પ્લેટફોર્મ લોકલસર્કલના તાજેતરના સરવેમાં જણાવાયું છે. ભારતના 364 જિલ્લાના લોકોને આવરી લઇને કરાયેલા આ સરવે મુજબ ત્રણમાંથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમના એરિયામાં મોટાભાગના લોકો ઘરની બહાર નીકળતી વખતે સાથે માસ્ક પણ રાખતા નથી. એપ્રિલમાં 29 લોકોએ માસ્કના નિયમોનું ઊંચું પાલન થતું હોવાનું કહ્યું હતું, પરંતુ નવેમ્બરમાં આ પ્રમાણ ઘટીને માત્ર બે ટકા થયું હતું.