(Photo by NOEL CELIS / AFP) (Photo by NOEL CELIS/AFP via Getty Images)

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો જનરલ હોસ્પિટલના ચેપી રોગના નિષ્ણાતોના સંશોધન મુજબ માસ્ક પહેરનાર વ્યક્તિ પોતાનું તેમજ તેમને મળતા તમામ લોકોનું રક્ષણ કરવામાં મદદ કરે છે. લંડનમાં મુસાફરો દ્વારા પહેરવામાં આવેલા માસ્કની રક્ષણાત્મક અસર પડી છે. તે માસ્ક હવામાં ફેલાતા વાયરલ ડ્રોપલેટ્સની સંખ્યાને ઓછી કરી શકે છે. માસ્ક કોઈ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશતા વાયરસની માત્રાને પણ ઘટાડી શકે છે જેથી તેમની માંદગીમાં વધારે પ્રમાણમાં ખરાબ થતી નથી.

ઇંગ્લેન્ડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કપડા કે માસ્ક વડે ચહેરો ઢાંકવો ફરજિયાત છે અને હવે તા. 24 જુલાઇથી દુકાનો અને સુપરમાર્કેટ્સમાં પણ કપડા કે માસ્ક વડે ચહેરો ઢાંકવો ફરજિયાત બનાવ્યું છે. છેલ્લાં સર્વેક્ષણ અનુસાર બ્રિટનના માત્ર 19 ટકા લોકોએ દુકાનોમાં માસ્ક પહેરવાનો વિરોધ કર્યો હતો.

આ પેપર ઇન્ટરનલ મેડિસિનના જર્નલમાં પ્રકાશિત થવાનું છે. ચેપી રોગોના આ કાર્યક્રમના એસોસિએટ ડિવીઝન ચિફ અને રીસર્ચનો કો-ઓથર મોનિકા ગાંધીએ કહ્યું હતું કે “જો તમે માસ્ક પહેરેલો હશે અને કોવિડ-19થી ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવશો તો તમને વાયરસની ઓછી માત્રામાં અસર થશે. આથી તમને હળવા અથવા કોઈ પણ લક્ષણો ન મળે તેવી સંભાવના છે.  સંશોધન સૂચવે છે કે આપણે ચેપને નિયંત્રણમાં રાખવા અને રોગની તીવ્રતાને મર્યાદિત કરવા માટે વૈશ્વિક સ્તરે વસ્તીના દરેક લોકોએ માસ્ક પહેરવા જોઈએ. લોકોએ ઓફિસમાં પણ માસ્ક પહેરવા જોઇએ.”

જો કે હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહે છે કે ઑફિસમાં ચેપ નિયંત્રણમાં માસ્કની ભૂમિકા હોતી નથી. બીજી તરફ લોકો માસ્ક ન પહેરે તેવા સંજોગામાં પોલીસ દરમિયાનગીરી કરે તેટલો સમય પોલીસ પાસે નથી.