હિન્દુ લગ્ન
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મેટ્રિમનીડોટકોમ લિમિટેડે રૂ.11 કરોડના કેશ સોદામાં ઓનલાઇન વેડિંગ સર્વિસ કંપની ShaadiSaga.comની માલિક કંપની બોટમેન ટેકને હસ્તગત કરી છે. આ ડીલથી ચેન્નાઇ સ્થિત લિસ્ટેડ કંપની મેટ્રિમનીડોટકોમને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તેની હાજરીમાં વધારો કરવામાં મદદ મળશે. તેનાથી તે ભારતની ઓનલાઇન વેડિંગ સર્વિસમાં અગ્રણી ખેલાડી બનવામાં પણ મદદ મળશે. આ એક્વિઝશનને પગલે સાદીસાગાના સ્થાપકો હિમાંશુ કાપસિમે (સીઇઓ) અને મનીષ ગર્ગ (સીઓઓ) તથા સીપીઓ નીરજ પટેલ સિનિયર ભૂમિકામાં મેટ્રિમનીમાં સામેલ થશે. મેટ્રિમનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે WeddingBazaar.com અને Mandap.com જેવી અમારી સર્વિસ સાથે શાદીસાગાની પ્રોડક્ટ, ટેકનોલોજી અને સોસિયલ મીડિયા એસેટનું સંકલન થશે. મેટ્રીમની ડોટકોમે જણાવ્યું હતું કે તે બોટમેન ટેક પ્રાઈવેટ લિમિટેડની 100 ટકા હિસ્સેદારી ખરીદશે.