રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) અને અગ્રણી વૈશ્વિક મીડિયા કંપની વોલ્ટ ડિઝનીના ભારત ખાતેના બિઝનેસના મર્જર પછી જે કંપનીનું સર્જન થશે તેના ચેરમેન નીતિ અંબાણી બનશે

એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં એક મેગા ડીલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) અને અગ્રણી વૈશ્વિક મીડિયા કંપની વોલ્ટ ડિઝનીએ બુધવારે ભારતમાં તેમના મીડિયા બિઝનેસને મર્જ કરવા માટે બંધનકર્તા કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. આ 8.5 બિલિયન ડોલરના મર્જર ડીલને પગલે 120 ટીવી ચેનલ અને બે ડિજિટલ પ્લેટફોર્મ સાથે એક મોટી મીડિયા કંપનીનું સર્જન થશે.

આ સમજૂતી હેઠળ રિલાયન્સની માલિકીની વાયાકોમ18નું વોલ્ટ ડિઝનીની ભારત ખાતેની કંપની સ્ટાર ઇન્ડિયાનું મર્જર થશે. તેનાથી ભારતના 28 બિલિયન ડોલરના મીડિયા એન્ડ એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રિલાયન્સની પકડ મજબૂત થશે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી મર્જ થયેલ કંપનીના બોર્ડનું નેતૃત્વ કરશે, જ્યારે બોધિ ટ્રી સિસ્ટમ્સના સહ-સ્થાપક ઉદય શંકર તેના વાઇસ-ચેરપર્સન હશે.

આ કરાર મુજબ મર્જ થયેલા એકમમાં રિલાયન્સના મીડિયા યુનિટનો હિસ્સો 63 ટકા અને બાકીનો હિસ્સો ડિઝની પાસે રહેવાની ધારણા છે. ડિઝની તેના ભારત ખાતેના બિઝનેસનો 61 ટકા હિસ્સો વાયાકોમ 18ને $3.9 બિલિયન (રૂ. 33,000 કરોડ)ના મૂલ્યે વેચવા માટે સંમત થયા હોવાના અહેવાલ છે. વાયાકોમ18ની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે છે.

આ મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે ડિઝની તેના ભારતીય બિઝનેસનો 60 ટકા હિસ્સો વાયાકોમ18ને વેચવા માટે સંમત થઈ છે. આ સોદો ભારતીય મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મહત્ત્વપૂર્ણ હોવાની અપેક્ષા છે.

અગાઉ વોલ્ટ ડિઝનીના સીઈઓ ઈગરે જણાવ્યું હતું કે કંપની “વિકલ્પો પર વિચાર કરી રહી છે” પરંતુ તે ભારતમાં બિઝનેસ ચાલુ રાખવા માગે છે અને નફાકારકતામાં સુધારો કરવા ભારતીય બિઝનેસને મજબૂત કરવા માગે છે. ભારતમાં ડિઝનીની આ ત્રીજી એન્ટ્રી છે. પ્રથમ વખત 1993માં કેકે મોદીના જૂથ સાથે જોડાણ થયું હતું. તે પછી તેને રોની સ્ક્રુવાલાના યુટીવીમાં ખરીદી કરી પરંતુ તે પણ સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલ્યું નહીં.

 

LEAVE A REPLY

3 × 2 =