Mega search operation in prisons across the state: objectionable items and narcotics found

ગુજરાતની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા ગાંધીનગર પોલીસ ભવનસ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડ્યા બાદ રાજ્યની ૧૭ જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ જેલોમાં બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું.

રાજયની મહત્વની જેલો પૈકી સાબરમતી જેલ (અમદાવાદ), વડોદરા જેલ, રાજકોટ જેલ અને લોજપોર જેલ (સુરત) મળી ૪ મધ્યસ્થ જેલ ઉપરાંત ૧૧ જીલ્લા જેલ અને પાલારા તેમજ ગળપાદર (કચ્છ)ની ખાસ જેલ મળી કુલ ૧૭ જેલોમાં પોલીસ તંત્રની અલગ અલગ ટીમ બનાવી ઓચિંતી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાનના સીધા સુપરવિઝન હેઠળ રાત્રે તમામ જેલોમાં એક સાથે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે પૈકી મોટી જેલોમાં સવાર સુધી સર્ચ ચાલ્યું હતું. રાજયની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબુદ કરવાની આ ઝુંબેશ અંતર્ગત સમગ્ર મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેકટ્રીક ચીજવસ્તુ, ૩૯ ઘાતક વસ્તુઓ, ૫૧૯ ધુમ્રપાનને લગતી વસ્તુઓ અને ૩ માદક પદાર્થો મળી આવ્યા છે.

નોંધનીય બાબત છે કે, સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ થયાની ઘટના બની હશે, જેમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય.

LEAVE A REPLY

twenty − 8 =