(PTI Photo)

સતત ભારે વરસાદને કારણે મુંબઈમાં મંગળવારે સતત બીજા દિવસે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સ્કૂલ, કોલેજો, સરકારી અને અર્ધકારી ઓફિસો બંધ રહી હતી. રોડ અને રેલ ટ્રાફિક ખોરવાયો હતો, જ્યારે વિમાન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. શહેરમાં માત્ર છ કલાકમાં 200 મીમીથી વધુ વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા હતાં.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે મુશળધાર વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી મીઠી નદીમાં પૂર આવતાકુર્લા વિસ્તારના લગભગ 350 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. અહીં એરપોર્ટ પર ઓછામાં ઓછી આઠ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ હતી અને ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. સતત વરસાદને કારણે ફ્લાઇટ્સમાં વિલંબ વિશે એરલાઇન્સે મુસાફરોને જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિગો એરલાઇન્સની છ અને સ્પાઇસજેટ અને એર ઇન્ડિયાની એક-એક ફ્લાઇટને સુરત, અમદાવાદ અને હૈદરાબાદ સહિત નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતીં.

મુંબઈ પોલીસ અને નાગરિક સત્તાવાળાઓએ રહેવાસીઓને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી હતી અને ખાનગી ક્ષેત્રને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા વિનંતી પણ કરી હતી.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરિ અને પાલઘર જિલ્લાઓ અને મધ્ય મહારાષ્ટ્રના નજીકના ઘાટ વિસ્તારો સહિત કોંકણ પ્રદેશ માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યો હતો. ભારે વરસાદ પછી ટ્રેક ડૂબી જવાને કારણે મધ્ય રેલ્વેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને કુર્લા સ્ટેશનો વચ્ચે હાર્બર લાઇન પર તેની લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત કરી દીધી હતી. મુંબઈ જતી લોકલ અને લાંબા અંતરની ટ્રેનોને થાણે સ્ટેશન પર ટૂંકા ગાળા માટે રોકી દેવામાં આવી હતી. મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે મીઠી નદી ઓવરફ્લો થવાને કારણે ટ્રેક પાણીમાં ડૂબી ગયા હોવાથી થાણે-સીએસએમટી અને માનખુર્દ-સીએસએમટી વચ્ચે કોઈ ટ્રેન દોડાવવામાં આવી રહી નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, NDRFએ પવઈના ફિલ્ટરપાડા ખાતે મીઠી નદીમાં વહી જતા એક વ્યક્તિને બચાવ્યો હતો.કુર્લાના ક્રાંતિ નગર ખાતે પાંચ NDRF ટીમો તૈનાત કરવામાં આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

મંગળવારે સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓ બંધ રાખવામાં હતી અને ખાનગી સંસ્થાઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે અને બિનજરૂરી મુસાફરી ટાળે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં વાદળ ફાટવા જેવી પરિસ્થિતિને

કારણે પૂર આવતા આઠ લોકોના મોત થયા હતાં જ્યારે મુંબઈમાં લગભગ ૩૦૦ મીમી જેટલો રેકોર્ડ વરસાદ પડ્યો હતો. એકંદરે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. મુંબઈમાં લગભગ 300 મીમી જેટલો રેકોર્ડ વરસાદ પડ્યો હતો. શહેરની જીવનરેખા ગણાતી ઉપનગરીય ટ્રેનો ધીમી પડી ગઈ છે અથવા મોડી ચાલી રહી છે. મુંબઈમાં મીઠી નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ હતી અને 400 થી 500 લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

 

LEAVE A REPLY