મહેસાણા જિલ્લાના પુદગામ ગણેશપુરા ગામમાં એક યુવકે ગામની બીજી જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા ગ્રામજનોએ યુવકના પરિવારનો બહિષ્કાર કર્યો હતો. આ પરિવારને જીવન જરૂરી ચીજવસ્તુઓ આપવા પર પણ પ્રતિબંધ લાગાવી દીધો હતો. તેનાથી યુવક અને તેના પરિવારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, પ્રેમલગ્ન કરનારા યુવક-યુવતીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત પોલીસે ગામમાં જઈને તપાસ પણ શરૂ કરી દીધી છે. ગણેશપુરા ગામના સથવારા પરિવારના યુવક અને પટેલ યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, પરિવારજનોને તેમનો સંબંધ મંજૂર ન હતો.