Getty Images)

અમેરિકા સહિત વિશ્વભરમાં જે રીતે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેની સીધી અસર આપતી આરોગ્ય અને આર્થિક સીસ્ટમ પર આગામી સમયમાં વધુ લાખો લોકોના મૃત્યુ થશે. તમો ધ્રુજારો માઈક્રોસોફટના વડા બિલ ગેટસે વ્યક્ત કર્યા છે. ગેટસે જણાવ્યું કે કોરોના સંક્રમણ વિદાય લીધા બાદ પણ લાંબો સમય સુધી વાયરસે જે આરોગ્ય અને આર્થિક સીસ્ટમ સામે પ્રશ્ર્નો ઉભા કર્યા છે અને તેની અસર ખૂબ જ લાંબાગાળાની હશે અને જે આરોગ્ય-આર્થિક બેહાલી થશે તેનાથી લાખો લોકો મૃત્યુ પામશે.

ગેટસે કોરોના સામે જ વેકસીનની સફળતાની આશા દર્શાવી હતી અને જણાવ્યું હતું કે એક વખત કોરોના સંક્રમણ સામે યોગ્ય રીતે કારગર નીવડી શકે તેવી વેકસીનનું માસ પ્રોડકશન 2021ના અંત પુર્વે શકય નથી અને તે બાદ વિશ્વના મોટાભાગના લોકો સુધી પહોંચશે તે માટે સમય લાગશે.

ગેટસે જણાવ્યું કે જે વધુ લાખો લોકો મૃત્યુ પામશે તેમાં 90 ટકા કોરોના સાથે કોઈ સંબંધ ધરાવતા નહી હોય. ગેટસે કહ્યું કે લોકડાઉનના કારણે લોકો તેમના રોગ માયેની દવા મેળવવાથી દૂર રહ્યા હતા અને તેના કારણે મેલેરીયા અને એચઆઈવી જેવા દર્દથી પણ મૃત્યુ પામશે. બિલ ગેટસ ફાઉન્ડેશને કોરોના સામેના મુકાબલામાં 350 મીલીયન ડોલર ઠાલવ્યા છે પણ તે પુરતા નથી તેથી ફાઉન્ડેશન વધુ રકમ પણ ફાળવવા માટે વિચારશે.

ગેટસે કહ્યું કે કોરોનાએ જ નુકશાન કર્યુ છે તેમાં મીલીયન નહી ટ્રીલીયન ડોલર્સ પણ અપૂરતા રહેશે અને જે રીતે વાસ્તવિક ડેટા ઉપલબ્ધ નથી તેથી કોઈ અનુમાન પણ મુશ્કેલ છે. તા.17 ઓગષ્ટના રોજ આફ્રિકામાં રૂા.25000 અને ભારતમાં 52000 લોકોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે છતાં પણ ગેટસ ડરે છે કે વાસ્તવિક આંકડા અત્યંત ઉંચા છે. તેઓએ કહ્યું કે હાલની સ્થિતિમાં વિશ્વના 30થી60% લોકોને વેકસીનની જરૂર રહેશે.