ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલ ફોટો). (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં (યુએનજીએ)માં તેમના સંબોધનમાં જણાવ્યું કે ભારતે વિશ્વની સૌપ્રથમ ડીએનએ આધારિત કોરોના વેક્સિન વિકસાવી છે અને તેનો પ્રયોગ 12 વર્ષથી ઉપરના તમામ લોકો પર કરી શકાશે. ભારત સેવા પરમો ધર્મના મૂલ્યો પર ચાલે છે અને એટલા માટે જ દેશમાં મર્યાદિત સંશાધનો વચ્ચે પણ ભારતે રસી વિકસાવવાનું તેમજ ઉત્પાદનનું ઉમદા કાર્ય કર્યું હતું. હું યુએનજીએને જણાવવા માંગુ છું કે, ભારતે વિશ્વની સૌપ્રથમ ડીએનએ આધારિત કોરોના રસી વિકસાવી છે અને 12 વર્ષથી ઉપરના તમામ લોકોને તે આપી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનોની 76મી મહાસભાને શનિવારે ન્યૂયોર્કમાં સંબોધિત કરી હતી.

વડાપ્રધાને આ પ્રસંગે વિશ્વના દવા ઉત્પાદકોને ભારત આવીને મેક ઈન ઈન્ડિયા વેક્સિન ઉત્પાદન માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ગત મહિને ઝાયડસ કેડિલાની ડીએનએ આધારિત કોરોના વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટં મંજૂરી આપી છે. આ રસી દેશના 12-18 વર્ષની વયજૂથના લોકોને પણ આપી શકાશે. આ ઉપરાંત mRNA આધારિત વધુ એક રસી તેના અંતિમ તબક્કામાં હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. ભારતના વિજ્ઞાનીઓ માનવતા પ્રત્યે પોતાની જવાબદારીને સમજતા નાક વડે લેવાતી કોરોના રસી  પણ વિકસાવી રહ્યા છે.