ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 26 ઓગસ્ટે હાંસલપુર પ્લાન્ટ ખાતેથી અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારાને લીલી ઝંડી આપી હતી. ભારતમાં (@Narendra Modi/YT via PTI Photo)

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 26 ઓગસ્ટે હાંસલપુર પ્લાન્ટ ખાતેથી અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારાને લીલી ઝંડી આપી હતી. ભારતમાં બનેલી મારુતિ ઇ-વિટારા જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે.

મોદીએ સુઝુકી, તોશિબા અને ડેન્સોના લિથિયમ-આયન બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહન બેટરી ઉત્પાદનને ટેકો આપે છે. કાર અને બેટરી પ્લાન્ટ ભારતના ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રને એક નવી દિશા આપશે. મારુતિ ઇ વિટારા ભારતમાં સંપૂર્ણપણે નિર્મિત પ્રથમ ઈલેક્ટ્રિક કાર છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનનની સફળતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતને ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.

નવા બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં લિથિયમ-આયન બેટરીના હાઇબ્રિડ ઈલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરુ થશે. આ પગલું ભારતની બેટરી ઈકોસિસ્ટમને નવો તબક્કો આપશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, જે સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે આ પગલું ઔદ્યોગિક વિકાસનો નવો દોર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીનો બે દિવસનો આ ગુજરાત પ્રવાસ રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે.

LEAVE A REPLY