(Photo by CHRISTOPHER FURLONG/POOL/AFP via Getty Images)

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનની 21 એપ્રિલે ગુજરાતની પ્રથમ મુલાકાત વખતે તેમની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં હોય. આનાથી વિરુદ્ધ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, ચીનના વડા શી જિનપિંગ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતાન્યાહુની ગુજરાત મુલાકાત દરમિયાન મોદી આ વિદેશી મહેમાની સાથે રહ્યાં હતા.
2014, 2017 અને 2018ની જિનપિંગ, આબે અને નેતાન્યાહુની મુલાકાત દરમિયાન મોદીએ અમદાવાદમાં શો દરમિયાન હાજરી આપી હતી. સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન પણ મોદી આ વિદેશી મહેમાનો સાથે હાજર રહ્યાં હતા. આનાથી વિરુદ્ધ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીમાં રોડશો માટે કોઇ બેનર કે બેરિકેડ લગાવવામાં આવ્યા નથી.

જોન્સન ગુજરાત આવી રહ્યાં છે ત્યારે તેના એક દિવસ પહેલા એટલે કે 20 એપ્રિલ સુધી મોદી ગુજરાતમાં જ હતા. જોન્સનની કાર્યક્રમોની સત્તાવાર વિગતો જાહેર થઈ નથી. પરંતુ તેઓ ગુરુવારે સવારે અમદાવાદ આવશે અને સાબરમતી આશ્રમની મુલાકાત લેશે એવું માનવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બોરિસ જોનસનનું સ્વાગત કરશે. જોન્સન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશિપ જાય તેવી પણ શક્યતા છે.