Paris, July 13 (ANI): વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુરુવારે પેરિસ એરપોર્ટ સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન હાજર રહ્યાં હતા. (ANI Photo)

ફ્રાંસના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફ્રાન્સ જવા રવાના થયા હતી. તેઓ બે દિવસ (જુલાઈ 13 અને 14 જુલાઈ) માટે ફ્રાન્સમાં રહેશે. મોદીની આ છઠ્ઠી ફ્રાંસ મુલાકાત છે. વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ 14 જુલાઈએ યોજાનાર બેસ્ટિલ ડે પરેડ સમારોહમાં મુખ્ય અતિથિ છે. બે દિવસની મુલાકાત દરમિયાન મોદી 26 રાફેલ મેરીટાઇમ ફાઇટર જેટ (રાફેલ એમ) અને સ્કોર્પિઅન શ્રેણીની ત્રણ પરંપરાગત સબમરીન ખરીદવા માટે અબજો ડોલરના સોદાની જાહેરાત કરી શકે છે. પીએમ મોદી ફ્રાંસની મુલાકાત બાદ અબુ ધાબીની મુલાકાતે પણ જશે.

આ મુલાકાત દરમિયાન તેઓ લા સીન મ્યુઝિકલ ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરશે. કાર્યક્રમ પછી ઇમેન્યુઅલ મેક્રોન વડાપ્રધાન માટે તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે.

ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈએ સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ બુધવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે UAEની તેમની મુલાકાત દરમિયાન મોદી સંયુક્ત આરબ અમીરાતના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે. ભારત અને UAE વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર હાલમાં $85 બિલિયનનો છે.

LEAVE A REPLY

6 − five =