અબુ ધાબીમાં નિર્માણાધિન BAPS હિન્દુ મંદિરની 30થી વધુ દેશોના રાજદૂતો અને રાજદ્વારીઓએ આજે મુલાકાત લીધી હતી. આ મહાનુભાવોએ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરવા તથા આશાસંવાદિતતા અને માનવતાના સંવાદને પ્રોત્સાહન આપવા આ મુલાકાત લીધી હતી. અબુ ધાબી ખાતેનું આ મંદિર મધ્યપૂર્વમાં સાકાર થઈ રહેલું પ્રથમ હિન્દુ મંદિર છે.  

યુએઈમાં ભારતના રાજદૂત સંજય સુધીરના વિશેષ આમંત્રણને પગલે ગુરુવારે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના મેળાવડામાં રાજદ્વારીઓએ હાજરી આપી હતી. 

UAE ખાતેના ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું હતું કે અબુ ધાબીનું બીએપીએસ મંદિર શાંતિના સ્તંભો અને સંવાદિતાના કિરણનું પ્રતીક છે. 30થી વધુ દેશોના નિવાસી રાજદૂતો અને રાજદ્વારીઓએ મંદિરના સ્થળની મુલાકાત લીધી હતી અને વિશ્વભરની સંસ્કૃતિઓ અંગેની નાજુક કોતરણી તથા રૂપરેખા જોઈને આશ્ચર્ય પામ્યા હતા.  

ફિલિપાઇન્સબાંગ્લાદેશશ્રીલંકાઅફઘાનિસ્તાનજાપાનઇન્ડોનેશિયાઇઝરાયેલબ્રાઝિલબેલ્જિયમન્યૂ ઝીલેન્ડકેનેડા અને નાઇજીરીયા સહિતના દેશોના રાજદૂતો અને મિશન પ્રતિનિધિઓએ આ મંદિરની મુલાકાત લીધી હતી.  

ભારતના રાજદૂત સંજય સુધીરે વિવિધ દેશોના રાજદૂતો અને તેમના પરિવારોને આ મંદિર અંગેની માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.  

તેમણે મંદિર પ્રોજેક્ટને ભારત અને UAE વચ્ચેના ગાઢઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણના પ્રતીક તરીકે વર્ણવ્યું હતુંજે શાંતિસંવાદિતાસહિષ્ણુતા અને સહઅસ્તિત્વના મૂલ્યો શેર કરે છે. તેમણે યુએઈની લીડરશીપના વિઝન તથા વૈવિધ્યસભરશાંતિપૂર્ણ અને સુમેળભર્યા સમુદાયના નિર્માણ માટેના તેમના પ્રેરણાદાયી પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. 

મંદિરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અનુસાર રાજદ્વારીઓ મંદિરની કોતરણી અને સ્થાપત્યની કારીગરી તથા સંદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેની ટ્વીટમાં જણાવાયું હતું કે મંદિરની પ્રગતિ તથા આશાસંવાદિતા અને માનવતાના સંવાદની સુંદર સાંજની ટુર માટે 30થી વધુ રાજદ્વારીઓનું સ્વાગત કરવા બદલ સન્માનિત. આ BAPS, મોહમંદ બિન ઝાયેદઅને નરેન્દ્ર મોદીની ભાવના અને દ્રષ્ટિની પ્રશંસા કરવાની પણ તક હતી.  

રાજદૂતોએ મંદિરના કારીગરો અને ટીમના અન્ય સભ્યો સાથે પણ વાતચીત કરી હતી અને આવતા વર્ષે મંદિર ખુલ્લુ મુકાય ત્યારે ફરી મુલાકાત લેવાની આશા વ્યક્ત કરી હતી.  

BAPS મંદિરનું 55,000 ચોરસ મીટર જમીન પર નિર્માણ થઈ રહ્યું છે. તેનું માળખુ મંદિરોના ભારતીય કારીગરો દ્વારા તૈયાર કરાયું છે અને તેને યુએઇમાં એસેમ્બલ કરાયું છે. ગયા વર્ષે વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંદિર સાઇટની મુલાકાત લીધી હતી અને તેને “શાંતિસહિષ્ણુતા અને સંવાદિતાનું પ્રતીક” તરીકે વર્ણવ્યું હતું.

LEAVE A REPLY

19 + 14 =