Queen Elizabeth-III's funeral procession
Marc Aspland /Pool via REUTERS

રાણી એલિઝાબેથ II ના અંતિમ સંસ્કાર પાછળ અંદાજે £161.7 મિલિયનનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે.

ચિફ સેક્રેટરી ટૂ ટ્રેઝરી જ્હોન ગ્લેન સંસદને આપેલા લેખિત નિવેદન મુજબ હોમ ઑફિસ દ્વારા સ્મારક પાછળ સૌથી વધુ ખર્ચ £73.7 કરાયો હતો. સંસ્કૃતિ, મીડિયા અને રમતગમત વિભાગ દ્વારા વેસ્ટમિન્સ્ટર હોલમાં પ્રવેશવા માટે લાગેલી માઈલ લાંબી કતાર સાચવવા પાછળ £57 મિલિયન કરતાં વધુનો ખર્ચ કરાયો હતો. સ્કોટિશ સરકારે આ પ્રસંગે £18.8 મિલિયન ખર્ચ્યા હતા. તો સંરક્ષણ મંત્રાલય, પરિવહન વિભાગ, વેલ્શ સરકાર, નોર્ધર્ન આયર્લૅન્ડ ઑફિસ અને ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઑફિસે પણ £2 મિલિયન અને £3 મિલિયનની વચ્ચે ખર્ચ કર્યો હતો. ટ્રેઝરીએ જ્યાં જરૂરી હોય ત્યાં વધારાનું ભંડોળ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

6 − one =