હિન્દુઓના આસ્થાના કેન્દ્ર એવા ચારધામમાં વાતાવરણમાં સુધારો થતાં જ યાત્રાળુઓનો ધસારો વધ્યો છે. અત્યારે સુધીમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી તથા યમુનોત્રી સહિત હેમકુંડ સાહિબમાં અંદાજે 40 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે, જેમાં સૌથી વધુ 12.65 લાખ યાત્રીઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે. એક અંદાજ મુજબ અત્યારે દરરોજ 20 હજારથી વધુ યાત્રાળુઓ ચારધામમાં દર્શન કરવા જઇ રહ્યા છે.

22 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો, જ્યારે કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલ અને બદ્રીનાથના 27 એપ્રિલે કપાટ ખુલ્યા હતા. ચારધામ યાત્રા શરુ થતાં જ વરસાદ અને હિમવર્ષાના કારણે યાત્રાળુઓને ત્યાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને સરકારને વારંવાર યાત્રા અટકાવવાની ફરજ પડી હતી. જોકે, હવે ફરી હવામાન સ્વચ્છ થતાં જ ચારધામ યાત્રાએ ફરી વેગ પકડ્યો છે. સરકારને અપેક્ષા છે કે આ વર્ષે ચારધામના દર્શન કરનાર યાત્રાળુઓનો નવો રેકોર્ડ રચાશે. ગત વર્ષે 43 લાખ યાત્રાળુઓએ ત્યાં દર્શન કર્યા હતા.

LEAVE A REPLY