(Photo by: REUTERS/Peter Cziborra)

સુપરમાર્કેટ ગ્રૂપ મોરિસન્સે મેક’કોલ્સ કન્વિનીયન્સ  સ્ટોર અને ન્યૂઝએજન્ટ ચેઇનને બચાવવાની લડાઈ જીતી લીધી છે અને તમામ 16,000 સ્ટાફ સભ્યોને અપનાવી લીધા છે. મોરિસન્સે અબજોપતિ ઇસા ભાઈઓની માલિકીના પેટ્રોલ સ્ટેશન સામ્રાજ્ય, EG ગ્રૂપની હરીફ ઓફરને માત આપી હતી.

મોરિસન્સ મેકકોલના £170m દેવાની ચૂકવણી કરશે અને 2,000 સભ્યો સાથે તેની 1,160 દુકાનો અને પેન્શન યોજનાઓ લેશે.

મેક’કોલ્સ એડમિનિસ્ટ્રેશનમાં જવા માટે તૈયાર હતી. પરંતુ પ્રી-પેક ડીલ તરીકે ઓળખાતા બિજનેસમાં તરત જ નવા માલિકને વેચવામાં આવશે. મેક’કોલ્સ એક હજારથી વધુ નાના સ્ટોર્સ અને 16,000 કામદારો ધરાવે છે. હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સમજી શકાય છે કે મોરિસન્સે વિજેતા બિડ મેળવી લીધી છે. મોરિસન્સ મેક’કોલ્સના મુખ્ય હોલસેલ સપ્લાયર છે. તેણે મેક’કોલ્સની સેંકડો દુકાનોને મોરિસન્સ ડેઈલી કન્વીનિયન્સ સ્ટોર્સમાં કન્વર્ટ કરવા માટે ચેઇન સાથે જોડાણ પણ કર્યું છે. તેઓ પહેલેથી જ 200થી વધુ સ્ટોર્સ ઓપરેટ કરી રહ્યા છે, અને તે સારું પ્રદર્શન કરી રહ્યા છે.

મોરિસન્સ અને EG ગ્રુપ બંનેએ રવિવારે બિઝનેસ માટે અંતિમ ઑફર ફાઇલ કરી હતી. વિજેતા બિડરે બેંકોને લગભગ £170 મિલિયન ચૂકવવા પડશે તેમજ કંપનીની પેન્શન યોજનામાં જોડાયેલા 2,000 સભ્યોની જવાબદારી લેવી પડશે. મોરિસન્સ અને ઇજી ગ્રુપે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.