New Jantri rates will come into force in Gujarat from April 15

પ્રોપર્ટી લેડર પર માત્ર 5 ટકા જેટલી નાની ડિપોઝીટ ધરાવતા લોકો ચઢી શકે અને પોતાનું ઘર વસાવી શકે તેમજ લોકડાઉનથી અસરગ્રસ્ત પ્રોપર્ટી માર્કેટને વેગ આપવા સરકાર નાની ડીપોઝીટ ધરાવતા ફર્સ્ટ ટાઇમ બાયરને મદદ કરવા માટે મોર્ગેજ ગેરંટી સ્કીમની બજેટમાં જાહેરાત કરી છે. સામાન્ય લોકોને પરવડે તેવી ચકાસણીને આધિન આ યોજના એપ્રિલથી લેન્ડર્સ માટે ઉપલબ્ધ રહેશે.

આમ ફર્સ્ટ ટાઇમ બાયર ફક્ત 5% ડીપોઝીટ હશે તો પણ £600,000 સુધીના મૂલ્યવાળુ ઘર ખરીદી શકશે. બકીની રકમ માટે સરકાર ગેરંટી લેશે. લોઇડ્સ, નેટવેસ્ટ, સેન્ટાન્ડર, બાર્કલેઝ અને એચએસબીસી બેન્કો એપ્રિલ માસથી 95% મોર્ગેજ ઓફર કરશે. વર્જિન મની સહિતના અન્ય લેન્ડર્સ પછીથી મોર્ગેજ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે તેવી ધારણા છે. સરકાર 95 ટકા રકમનું મોર્ગેજ આપવા માટે બેન્કોને પ્રોત્સાહિત કરવા માગે છે અને સરકાર તે રકમ માટે બેન્કોને બાંયધરી આપશે.

ટ્રેઝરીએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસ રોગચાળાના આર્થિક પ્રભાવોને કારણે ઓછી ડીપોઝીટના મોર્ગેજ ડીલ વર્ચ્યુઅલી અદૃશ્ય થઈ ગયા છે’. વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે ‘’આ યોજના ભાડા ભરતી (યુવા) પેઢીને મકાન ખરીદતી પેઢી બનાવવામાં મદદ કરશે.’’

આ યોજના ડેવિડ કેમેરન અને જ્યોર્જ ઓસબર્ન દ્વારા 2013માં રજૂ કરવામાં આવેલી મોર્ગેજ ગેરેંટી સ્કીમ પર આધારિત છે, જે જૂન 2017 સુધી ચાલી હતી. જેના કારણે યુકેમાં 100,000થી વધુ લોકોને ઘર ખરીદવામાં મદદ થઇ હતી. પરંતુ એવી ચિંતા પણ કરવામાં આવી હતી કે તેનાથી કૃત્રિમ ભાવ વધારો થયો હતો અને મકાનના બિલ્ડરોના નફામાં વધારો થયો છે.