અમદાવાદ ખાતે નવું બનાવામાં આવેલું ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું છે. તેમાં પ્રેક્ષકોને બેસવાની ક્ષમતા આશરે 110,000 છે. વરસાદ દરમિયાન રક્ષણ આપવા માટે ખાસ PTFE રૂફ છે. (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

અમદાવાદ ખાતે નવા બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયનું 23 ફેબ્રુઆરીએ ઉદ્ધાઘટન થશે. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહ પ્રધાન અમિત હાજર રહેવાની સંભાવના છે. બીજા દિવસે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ અહીં રમાશે. મોટેરાના આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. ઉદ્ઘાટન અને ટેસ્ટ મેચ દરમિયાન પોલીસ કર્મચારીઓ જગ્યાએ સિવિલ ડ્રેસમાં ગોઠવાશે. મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકોને બેસવાની ક્ષમતા છે, પરંતુ કોરોના સંબંધી ગાઈડલાઈંસને ધ્યાનમાં રાખીને માત્ર 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસીને મેચનો રોમાંચ માણી શકશે.

૨૪મી ફેબુ્આરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ

મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૪મી ફેબુ્આરીના રોજ ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થશે. ત્રીજી ટેસ્ટ માટેની ટિકિટોનું વેચાણ ૧૪ ફેબુ્આરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧ વાગ્યાથી શરુ થયું હતું. મેચ દરમિયાન સ્ટેડિયમની કુલ ક્ષમતાના ૫૦ ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ ટેસ્ટ હશે. તેના પછી પણ વધુ એક ટેસ્ટ અને પાંચ ટી-૨૦ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર રમાશે.