પ્રતિકાત્મક તસવીર

ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં રહેતા અને સ્ટ્રેટફર્ડના માર્કેટ સ્ટોલ પર કામ કરતા 41 વર્ષીય ઇલ્યાસ મુહમ્મદને તેની 32 વર્ષની પત્ની મારિયા રાફેલ ચાવેઝની હત્યા કરવા બદલ 10 જૂનના રોજ  ઓલ્ડ બેઈલી ખાતે દોષિત ઠેરવવામાં આવ્યો છે. 13 મે, 2021ના ​​રોજ મારિયા મૃત મળી આવી હતી.

ત્રણ બાળકો શાળામાં હતા ત્યારે ગયા વર્ષે કિંગ્સ્ટન રોડ, ઇલફર્ડમાં ઇલ્યાસે કોલેજમાં અંગ્રેજીનો અભ્યાસ કરતી પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. સમગ્ર ટ્રાયલ દરમિયાન તેણે હત્યામાં કોઈ સંડોવણી હોવાનો, જવાબદારી લેવાનો કે આ ભયાનક હત્યા શા માટે કરી તેનો ખુલાસો કરવાનો ઇનકાર કર્યો હતો. હત્યાના બે વર્ષ પહેલાં જ આ દંપતી ઈંગ્લેન્ડ આવ્યું હતું.