બોલિવૂડના એક્ટર અને ડિરેક્ટર મુકેશ ખન્ના (ફાઇલ ફોટો STRDEL/AFP via Getty Images)

નેવુના દાયકાની સુપરહીટ સિરિયલ શક્તિમાન’ પરથી ફિલ્મ બનવા જઈ રહી છે. સિરિયલમાં ગંગાધર ઉર્ફ શક્તિમાનનું પાત્ર ભજવનાર અભિનેતા મુકેશ ખન્નાએ આ અંગેની જાહેરાત કરી છે. મુકેશ ખન્નાએ શક્તિમાનની સ્ટોરી પર ત્રણ ભાગમાં ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.

મુકેશ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘હવે આ વાત દુનિયાને કહેવાને લાયક છે કે, ‘શક્તિમાન’ ફરી આવી રહ્યો છે. જી હા શક્તિમાનના દોસ્તો, હવે હું સત્તાવાર જાહેરાત કરું છું કે, હું ‘શક્તિમાન 2′ લઈને આવી રહ્યો છું. એ પણ ટીવી ચેનલ કે ઓટીટી પર નહીં. પરંતુ ત્રણ ફિલ્મોની સિરીઝના રૂપમાં મોટા પડદા પર. વધુ વિગતો ધીમે-ધીમે જણાવીશું. અત્યારે ફક્ત એટલું કહી શકું છું કે, હિમાલય જેવા આ ટાસ્ક માટે મોટા પ્રોડક્શન હાઉસ સાથે હાથ મિલાવ્યા છે. જે પણ બનશે તે ક્રિશ, રા.વનથી પણ ચડિયાતું હશે. અને આ શક્તિમાન માટે ગર્વની વાત છે’.