દેશની આર્થિક રાજધાની મુંબઈમાં નિર્ભયાકાંડ જેવી ઘૃણાસ્પદ ઘટના બની છે. શહેરના સાકીનાકા વિસ્તારમાં એક 30 વર્ષની મહિલા પર હેવાનીયતતાની હદ વટાવીને બળાત્કાર કરવામાં આવ્યો હતો. બળાત્કારીએ આ મહિનાના ગુપ્ત અંગમાં એક સળિયો ઘુસાડ્યો હતો અને તેનાથી મહિલાની સ્થિતિ ગંભીર બની હતી.

પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારની રાત્રે આશરે 3.30 વાગ્યે કંટ્રોલરૂમમાં કોલ આવ્યો હતો કે સાકીનાકા વિસ્તારના ખૈરાની રોડ પર એક મહિલા બેભાન અવસ્થામાં પડી છે અને લોહીથી લથબથ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ ચકચારી ઘટનાની ગંભીરતા અને ગણેશચતુર્થી તહેવારને કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં સ્થિતિ બેકાબુ ન બને તે માટે પોલીસ સતર્ક બની હતી.

મહિલા માટે સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવતું મુંબઈ શહેરમાં હવે મહિલાઓ સૌથી વધુ અસુરક્ષા અનુભવી રહી છે. મુંબઈના ખૈરાની રોડ પરના આ રેપ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સામે આઇપીસીની કલમ 307,376, 323 અને 504 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસને આશંકા છે કે આ ઘટનામાં બીજો આરોપી પણ સામેલ હોઇ શકે છે. તેથી આ દિશામાં તપાસ ચાલુ થઈ છે.