મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ફાઇલ ફોટો) istockphoto.com)

કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્કૂલોના શિક્ષકો, સ્ટાફને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બુધવાર, 17 માર્ચથી વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો હતો.

કોર્પોરેશનનના સકર્યુલરમાં શિક્ષણાધિકારી મહેશ પાલકરે જણાવ્યું હતું કે શહેરની તમામ સ્કૂલોના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ 17 માર્ચથી વધુ આદેશ ન મળે ત્યાં સુધી ઇ-લર્નિંગ ચાલુ રાખવા વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે. હાલમાં ગયા વર્ષની 14 ઓક્ટોબરની કોરોના ગાઇડલાઇન મુજબ 50 ટકા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ ઓનલાઇન ટીચિંગ, ટેલિ કાઉન્સેલિંગ અને બીજા કાર્ય માટે સ્કૂલોમાં આવે છે.

કોર્પોરેશનના આદેશ મુજબ સ્કૂલ સ્ટાફ ઓનલાઇન હાજરી પૂરી શકશે અને મધ્યાહન ભોજન તથા બીજી જરૂરી કામગીરી માટે બોલાવવામાં આવે તો સ્કૂલોમાં આવવું પડશે. મુંબઈના જોઇન્ટ મ્યુનિસિપલ કમિશનર આશુતોષ સલિલે જણાવ્યું હતું કે ખૂબ અર્જન્ટ કામગીરી હોય તો જ શિક્ષકોને બોલવવાના રહેશે.

મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાઇરસના 17,864 કેસ નોંધાયા હતા, જે સમગ્ર દેશમાં નોંધાયેલા કુલ કેસના 61.8 ટકા હતા.