A man holds a bow as people stand on a barricade during a protest against the military coup, in Yangon, Myanmar March 27, 2021. REUTERS/Stringer

મ્યાનમારમાં શનિવારે લશ્કરે વધુ એક વખત બર્બરતા આચરી હતી. નાના-મોટાં ૨૪ શહેરોમાં હિંસા થઈ હોવાના મીડિયા અહેવાલો રજૂ થયા હતા. હ્મુમન રાઈટ્સ સંગઠનોના દાવા પ્રમાણે આ હિંસામાં એક જ દિવસમાં 100 કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. લશ્કરી શાસન પછી એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા હતા. દેશમાં લશ્કરના બળવા માટે હિંસામાં અત્યાર સુધી આશરે 440 લોકોના મોત થયા છે. લશ્કરની આ કાર્યવાહીની અમેરિકા, યુરોપ સહિતના વિશ્વના ઘણા દેશોએ આકરી ટીકા કરી હતી.

મીડિયા અહેવાલો પ્રમાણે યંગૂનમાં ૨૪ લોકોને લશ્કરે ઠાર કર્યા હતા. મંડલેમાં ૨૯ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. એમાં પાંચ વર્ષના બાળકનો પણ સમાવેશ થતો હતો. લશ્કરી બળવાનો વિરોધ કરી રહેલાં સંગઠન સીઆરપીએચના કહેવા પ્રમાણે લશ્કરી શાસન પછી આ સૌથી ખરાબ દિવસ હતો. એક જ દિવસમાં ત્રણ આંકડાની નજીક મૃત્યુ થયાં હોય એવું પહેલી વખત થયું હતું.

મ્યાનમારમાં લશ્કરી બળવો થયો તે પછી અત્યાર સુધીમાં ૩૫૦થી ૪4૦ નાગરિકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે. આ ઘટના અંગે સૈન્યના પ્રવક્તાએ કોઈ જ જાણકારી આપી ન હતી. સરકારી ટીવી ચેનલે પણ પ્રદર્શનનો અહેવાલ આપ્યો હતો, પરંતુ મૃત્યુ આંક અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આર્મીની ટેલિવિઝન ચેનલે કહ્યું હતું કે આર્મી દિવસની ઉજવણીમાં આર્મીના જવાનો પર હુમલો કરનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી.