Abir Sultan/Pool via REUTERS

ઈઝરાયેલના વડાપ્રધાન નફટાલી બેનેટની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. સોમવારે તેઓ કોરોના પોઝિટિવિ આવ્યા હતા અને તેનાથી ભારત પ્રવાસ પર સવાલો ઉઠી રહ્યા હતા. હવે મંગળવારે ઇઝરાયેલે વડાપ્રધાનની ભારત મુલાકાત સ્થગિત કરવાની માહિતી આપી હતી.

નફટાલી બેનેટ 3થી 5 એપ્રિલ સુધી ભારતની મુલાકાતે આવવાના હતા. ઈઝરાયેલના વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવવાના હતા. ઇઝરાયેલ સરકારે જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ આવ્યા મળ્યા બાદ બેનેટે પોતાને આઇસોલેટ કરી લીધા છે અને ઘરેથી કામ કરી રહ્યા છે. આ વર્ષે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 30 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ પ્રસંગે તેઓ ભારત આવવાના હતા. ભારતમાં બેનેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા વરિષ્ઠ પ્રધાનોને મળવાના હતા.