બીબીસી પ્રેઝન્ટર અને 47 વર્ષીય બ્રોડકાસ્ટ જર્નાલિસ્ટ નાગા મુન્ચેટી તા. 14ના રોજ લાઇવ કાર્યક્રમના કો-હોસ્ટ ચાર્લી સ્ટેટ પર ગુસ્સે થયા હતા. જો કે એક અહેવાલ અનુસાર તેઓ ટીવી પર લાઈવ છે તેની તેમને જાણ ન હોવાનું જણાયું હતું.

સૅલફોર્ડ ક્વેસમાં લાઈવ સાયકલિંગ પીસ ફિલ્માવાઇ રહ્યો હતો ત્યારે લોકોએ તેણીને એમ કહેતા સાંભળી હતી કે “ફરીથી, મને અવગણીને! શું કોઈ બહાર જઈને તેને લઈ આવો. મહેરબાની કરીને. જુઓ… તે જુઓ. હાસ્યાસ્પદ. ગંભીરતાપૂર્વક, અમારી પાસે પ્રસારણ કરવા માટે દોઢ કલાક બાકી છે. શું કોઈ બહાર જઈને તેને લઈ આવી શકશે?’

થોડા દિવસો પહેલા સવારના સમાચાર બુલેટિનના ભાગરૂપે તેણીએ બોરિસ બેકરના સમાચાર વખતે આકસ્મિક રીતે કહ્યું હતું કે “ત્રણ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન વડા પ્રધાન બોરિસ જૉન્સને તેમની પ્રથમ રાત જેલમાં વિતાવી હતી. દેવું ચૂકવવાનું ટાળવા માટે અસ્કયામતો છુપાવવા બદલ તેને અઢી વર્ષની સજા ફટકારવામાં આવી હતી.”

2019 માં તત્કાલીન ડિરેક્ટર-જનરલ ટોની હોલ દ્વારા તેણીને BBC પૂર્વગ્રહની તપાસમાંથી મુક્ત કરવામાં આવી હતી.