નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સાઉથ લંડનના ટૂટીંગના NAPS હોલ ખાતે ભવ્ય શૈલીમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સહિત 180થી વધુ લોકોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ખૂબ મોટી ઇંડા વગની કેક કાપવામાં આવી હતી અને બધાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રાષ્ટ્ર ભક્તિ ગીતો ગાયા હતા.

આ પ્રસંગે સંખ્યાબંધ વક્તાઓએ શ્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ આપી ભારત પ્રત્યેના તેમના વિઝન અને ભારતના તમામ રહેવાસીઓના જીવન ઉત્થાન માટે તેમણે અમલમાં મૂકેલા પ્રોજેક્ટ્સ અને કાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

કેક કાપવા માટે સંસ્થાના ચેરમેન પ્રવિણભાઈ અમીન સાથે ભારતી સેઠીયા, ભારતી પટેલ અને હર્ષદભાઈ પટેલ જોડાયા હતા. ફાલ્ગુનીબેન અને મહિલાઓએ શાનદાર ગરબા તથા નૃત્યો રજૂ કર્યા હતા. પ્રાસંગી કેટરર્સ દ્વારા સ્વાદિષ્ટ ડિનર પીરસાયું હતું.

પ્રવિણભાઇ અમીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા બદલ સમિતિના સભ્યો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

3 × two =