ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ મુકુંદ નરવાણે (Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ એમ નરવાણેએ બ્રિટનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ સર નિકોલસ કાર્ટર સાથે બેઠક કરી હતી અને બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર અંગે ચર્ચા કરી હતી.

ઇન્ડિયન હાઇ કમિશનને એક નિવેદનમાં જણાવ્યું હતું કે જનરલ નરવાણે પાંચ જુલાઈએ બે દિવસની બ્રિટનની મુલાકાતે આવ્યા છે. યુરોપની યાત્રા દરમિયાન બ્રિટન ખાતેના પડાવ દરમિયાન જનરલ નરવાણે બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન વોલેસ અને ચીફ ઓફ જનરલ સ્ટાફ જનરલ સર માર્ક કાર્લેટોન-સ્મિથ સાથે પણ મુલાકાત કરશે. અગાઉ બ્રિટિશ આર્મીએ હોર્સ ગાર્ડ પરેડ સ્કેવર પર ગ્રેનેડીયર ગાર્ડ સન્માન આપીને જનરલ નરવાણેને આવકાર્યા હતા.