નાટોના વડા માર્ક રુટ (Photo by Kevin Dietsch/Getty Images)

નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે બુધવારે ભારત, ચીન અને બ્રાઝિલને ચેતવણી આપી હતી કે જો તેઓ રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તો તેમના પર આકરાં પ્રતિબંધો લાદવામાં આવશે. અમેરિકન કોંગ્રેસના સેન્ટર્સની સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ ધમકી આપી હતી.

એક દિવસ પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની ક્રૂડ ઓઇલ સહિતની પ્રોડક્ટ્સની ખરીદી કરનારા દેશો સામે 10 ટકા ટેરિફની ધમકી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો 50 દિવસોમાં રશિયાના પ્રમુખ પુતિન શાંતિ સમજૂતી નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

નાટોના વડાએ જણાવ્યું હતું કે તમે બેઇજિંગ, દિલ્હી કે બ્રાઝિલમાં રહો છો કે પછી ત્યાંના રાષ્ટ્રપ્રમુખ છો તો સાવચેત થઈ જાઓ. આ પ્રતિબંધ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેમણે ભારતના પીએમ મોદી સહિત ચીન અને બ્રાઝિલના પ્રમુખને પણ ધમકાવતા કહ્યું હતું કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને ફોન કોલ કરો અને શાંતિ મંત્રણા માટે ગંભીર થવા કહો, નહીંતર તેના કારણે તમારે પણ ભોગવવાનો વારો આવશે.

રુટે કહ્યું કે યુરોપ યુક્રેનને શાંતિ મંત્રણામાં મજબૂત સ્થિતિમાં લાવવા માટે ફન્ડિંગ કરશે. ટ્રમ્પ સાથે સમજૂતી હેઠળ અમેરિકા હવે યુક્રેનને મોટાપાયે હથિયાર આપશે જેમાં એર ડિફેન્સ, મિસાઇલ અને ગોળા બારુદ સામેલ છે જેનો ખર્ચ યુરોપ ભોગવશે.

 

LEAVE A REPLY