નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે REUTERS/Johanna Geron

ધનિક દેશોના લશ્કરી સંગઠન નાટોએ વ્યૂહાત્મક સ્પર્ધાના વર્તમાન યુગને ધ્યાનમાં લઇને તેની સૈન્ય ક્ષમતામાં આઠ ગણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું હતું કે નાટો તેની રેપિડ રિએક્શન ફોર્સની ક્ષમતા આશરે આઠ ગણી વધારી 3,00,000 કરશે. હાલમાં આ સંખ્યા 40,000 જેટલી છે. શીત યુદ્ધ બાદ સૈન્ય સંગઠન દ્વારા કરાનારી બદલાવની આ સૌથી મોટી  કવાયત છે તેમ તેમણે જણાવ્યું હતું.