કોચીમાં થોપ્પુમ્પેડી બ્રિઝ નજીક રૂટિન ટ્રેનિંગ દરમિયાન રવિવારે નૌકાદળનું પાવર ગ્લાઇડર દુર્ઘનાગ્રસ્ત બન્યું હતું અને તેનાથી બે અધિકારીઓના મોત થયા હતા. (PTI Photo)

કેરળના કોચી જિલ્લામાં રવિવારે સવારે થોપ્પુમ્પદી પુલની નજીક ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થવાથી નૌકાદળના બેઅધિકારીઓના મોત થઈ ગયા હતા. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ જવાનો નિયમિત તાલીમ માટે આઈએનએસ ગરૂડથી રવાના થયા હતા અને સવારે સવારે 7 વાગ્યે ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતું. ગ્લાઈડરથી ઉડાન ભરનાર બંને અધિકારીઓની ઓળખ ઉત્તરાખંડના લેફ્ટિનેંટ રાજીવ ઝા (39) અને બિહારના પેટી અધિકારી (ઈલેકટ્રિકલ એર) સુનીલ કુમાર તરીકે કરવામાં આવી છે. નૌકાદળે આ ઘટના પર તપાસના આદેશ આપ્યા છે.