મુંબઈમાં પાર્ટીના ઓફિસમાં એનસીપીના સાંસદ સુપ્રીયા સુલે LGBT સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે. એનસીપીએ પાંચ ઓક્ટોબર 2020ના રોજ તેના લેસ્બિયન, ગે, બાયોસેક્યુઅલ એન્ડ ટ્રાન્સજેન્ડર (LGBT સેલની રચના કરી હતી.

મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) લેસ્બિયન, ગે, બાયોસેક્યુઅલ એન્ડ ટ્રાન્સજેન્ડર (LGBT) સેલની લોન્ચ કરનારી દેશની પ્રથમ પાર્ટી બની છે. પક્ષે સોમવારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર મહારાષ્ટ્રમાં NCPના અધ્યક્ષ જયંત પાટિલ અને સાંસદ સુપ્રિયા સુલેએ LGBT સેલની શરૂઆત કરી હતી. આ પ્રસંગે સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે LGBT માટે મને જરૂર લાગી કે તેમને સમાન અધિકાર મળવો જોઈએ. એ માટે તેમનો એક અલગ સેલ બનાવવામાં આવ્યો છે.