ભારતનો જેવેલીન થ્રો ચેમ્પિયન નીરજ ચોપરા 2024 ડાયમંડ લીગ ફાયનલમાં બીજા ક્રમે રહ્યો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો બેસ્ટ થ્રો કર્યો હતો. તે ચેમ્પિયન બનવાથી 0.01 મીટર દૂર રહ્યો હતો. ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ પ્રથમ પ્રયાસમાં 87.87 મીટરના બેસ્ટ થ્રો સાથે પ્રથમ રહ્યો હતો.
નીરજ ચોપરા ગયા મહિને પેરિસ ઓલિમ્પિક્સમાં પણ સિલ્વર મેડલ વિજેતા રહ્યો હતો. તેણે 89.45 મીટરનો સીઝનનો સર્વબેસ્ટ થ્રો કર્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે, તે ડાયમંડ લીગનો ભાગ નહોતો. નીરજ 2020ની ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યો હતો.