Nehal Croydon Missing

સાઉથ લંડનના ક્રોયડન કાઉન્સિલના થોર્ન્ટન હીથમાં રહેતી નેહલ નામની 11 વર્ષની છોકરી ગુમ થયા બાદ તેના વેલ્ફેર માટે ચિંતિત પોલીસે તપાસ આદરી છે. નેહલ વિષે માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઇ છે.

નેહલ તા. 2ના રોજ સવારે થોર્ન્ટન હીથમાં છેલ્લે જોવા મળી હતી તે પછી ક્રોયડનથી ગુમ થયાની જાણ થઈ હતી. તેણીએ ગ્રે અને સફેદ જમ્પર પહેરેલું હતું. ફોટામાં, તેણીના મધ્યમ લંબાઈના ઘેરા બદામી વાળ અને ભૂરી આંખો દેખાય છે. ટ્વિટર પર એક પોસ્ટમાં ક્રોયડન મેટ્રોપોલિટન પોલીસ સર્વિસે નેહલ વિષે માહિતી ધરાવનાર કોઈપણને 22MIS031213 સંદર્ભ ટાંકીને 101 પર કૉલ કરવા વિનંતી કરી હતી. વૈકલ્પિક રીતે, સાક્ષીઓ 116 000 પર મિસિંગ પીપલ ચેરિટીને મફતમાં કૉલ અથવા ટેક્સ્ટ કરી શકે છે.

(તસવીર: મેટ પોલીસ)

LEAVE A REPLY

three × three =