કેલિફોર્નિયામાં કોવિડ-19થી એક નવો ખતરો ઊભો થયો છે. તાજેતરના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, એક જીવલેણ સબવેરિયન્ટ, NB1.8.1 અથવા ‘નિમ્બસ’ લોકોમાં જોવા મળી રહ્યો છે અને તે ‘રેઝર બ્લેડ થ્રોટ’ના લક્ષણો ધરાવે છે. એટલે કે, આ વેરિયંટના અસરગ્રસ્તોને ગળામાં કાચનો ટુકડો ફસાઈ ગયો હોય તેવા દુખાવાનો અનુભવ થાય છે. અન્ય દેશોમાં પણ આ સબવેરિયન્ટના ફેલાવાથી ડોક્ટરો અને સામાન્ય લોકોમાં ચિંતા વ્યાપી છે. આ અંગે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા મુજબ, આ નવો સબવેરિયન્ટ ઓમિક્રોન પરિવારનો એક હિસ્સો છે. ‘નિમ્બસ’ હવે કોરોના વાઇરસના તમામ નમૂનાઓમાંથી 37 ટકા માટે જવાબદાર છે. કેલિફોર્નિયામાં મે મહિનાથી આ સબવેરિયન્ટથી જોખમ ઊભું થયું છે અને રાજ્યના ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થના જણાવ્યા પ્રમાણે હવે રાજ્યમાં જોવા મળેલા 55 ટકા કેસ આ વેરિયંટના છે. જાણીતા પ્રોફેશનલ્સના અભિપ્રાય મુજબ, રાજ્યના ગંદા પાણીમાં કોરોના વાઇરસનું ઊંચું સ્તર જોવા મળ્યું છે અને તેના કારણે કેસમાં વધારો થયો હોય શકે છે.

LEAVE A REPLY