A new Swaminarayan temple will be inaugurated in Oldham

અમદાવાદથી પધારેલા નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ. આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભુજ મંદિરના પ.પૂ. મહંત સ્વામી ધમર્નંદનદાસજી મહારાજના આશિર્વાદ સાથે શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર, ઓલ્ડહામના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણનું આયોજન તા. ૧ને સોમવા૨થી તા. ૭ ઓગસ્ટ 2022 રવિવા૨ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર ઓલ્ડહામ, કોપસ્ટર હિલ રોડ ઓલ્ડહામ OL8 1QB ખાતે કરવામાં આવ્યું છે.

નૂતન મંદિરમાં તા. ૩ના બુધવારે શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી નરનારાયણદેવ, શ્રી રાધાકૃષ્ણદેવ, તથા શ્રી શંકર પાવર્તી, શ્રી સૂર્યનારાયણદેવ, શ્રી ગણપતિજી, શ્રી હનુમાનજી આદિ દેવોની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

આ મહોત્સવ પ્રસંગે ૭/૦૮/૨૦૨૨ રવિવાર સુધી નૂતન મંદિરે ગ્રંથરાજ શ્રીમદ્ સત્સંગીજીવન શાસ્ત્રની કથા રાખેલ છે. કથાના વક્તા તરીકે ભુજ મંદિરના વિદ્વાન સંતો લાભ આપશે.

બુધવાર 3જી ઑગસ્ટના રોજ સવારે 6.30 વાગ્યે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે. અન્નકુટ દર્શન સાંજે 11 વાગ્યો અને રજોપચાર બપોરે 3 વાગ્યે થશે. ઘનશ્યામ મહારાજ આગમન મહોત્સવ સાંજે 6.30 કલાકે ઉજવાશે.

ગુરૂવાર 4 ઓગસ્ટના રોજ સવારે 6 કલાકે મહાપૂજા, સાંજે 6.30 કલાકે ફલકુટ ઉત્સવ અને સાંજે 8 કલાકે રાસોત્સવ થશે.

શુક્રવાર 5મી ઓગસ્ટના રોજ સાંજે 6.30 કલાકે ફુલડોલ ઉત્સવ અને સાંજે 8 કલાકે ભજન સંધ્યા થશે. શનિવાર 6 ઑગસ્ટના રોજ બપોરે 12 કલાકે નગર યાત્રા નીકળશે. રવિવાર 7મી ઓગસ્ટ કથા પૂર્ણાહુતિ અને સમાપન સમારોહ સવારે 11થી શરૂ થશે.