K.Chahal, B.Chahal, Tulloch

કોવિડ રોગચાળા દરમિયાન ક્લાસ A ડ્રગ્સની હેકાફેરી માટે “થેન્ક યુ એનએચએસ” લખેલી વાનનો ઉપયોગ કરનાર ડ્રગ ગેંગના 10 સાગરીતોને લેસ્ટર ક્રાઉન કોર્ટે 18 વર્ષ સુધીની જેલની સજા કરી હતી. તેમણે રોગચાળા દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સમાં 100 કિલોથી વધુનું કોકેઈન અને હેરોઈન વેચીને £1.5 મિલિયનની કમાણી કરી હતી  . ગેંગના બે સાગરીતોએ તો લૉકડાઉનમાં સંઘર્ષ કરતા બિઝનેસીસને મદદ કરનાર સ્કીમનો ગેરલાભ લઇને ડ્રગ્સ રિંગને ફંડ મળે તે માટે સરકારી લોનનો દાવો કર્યો હતો.

આ ગેંગના સભ્યોએ એન્ક્રોચેટનો ઉપયોગ કરીને મોકલેલા એન્ક્રિપ્ટેડ સંદેશાઓ મળી આવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. વેસ્ટ બ્રોમીચમાંથી ઓપરેશન ચલાવનારા આરોપીઓએ ક્લાસ A ડ્રગ્સ સપ્લાય કરવાના ષડયંત્ર સહિતના ડ્રગના ગુનામાં માટે દોષી હોવાનું કબૂલ્યું હતું.

સટન કોલ્ડફિલ્ડના 52 વર્ષીય કમલજીત સિંહ ચહલને 18 વર્ષની જેલ, ગ્રેટ બારના તેના ભત્રીજા 25 વર્ષીય ભીપન ચહલને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ડ્રગ્સ લાવવા માટે NHS વાનનો ઉપયોગ કરનાર મેથિયાસ તુલોચને 12 વર્ષની જેલ તથા લેવિન-મિલર અને ગેંગના સભ્ય સંદીપ જોહલને 11-11 વર્ષની જેલ કરવામાં આવી હતી.

સાથી ક્રાઇમ સિન્ડિકેટ સભ્યો એરોન વિલિયમ્સને  દસ વર્ષ અને છ મહિનાની, રોબર્ટ વેસ્લીને નવ વર્ષની, 42 વર્ષીય એલન મૂર-કેસવેલને ચાર વર્ષ અને બે મહિનાની, સંદીપ સિંહ અને હિતેશ સલહોત્રાને ત્રણ વર્ષ અને નવ મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે ચહલ અને વેસ્લીએ કોવિડ “બાઉન્સ બેક” લોન માટે અરજી કરી લોન મેળવી હતી.

LEAVE A REPLY

four × two =