1990 ના દાયકામાં ઘરના ગેરેજમાંથી ફાર્માસ્યુટિકલ્સનો બિઝનેસ શરૂ કરી વૈજ્ઞાનિક, એન્ટ્રપ્રુનર, ઇન્ફ્લુઅન્સર અને સખાવતી તરીકે સોનેરી શિખરો સર કરી પોતાના બિઝનેસને મલ્ટિ-મિલિયન પાઉન્ડની વૈશ્વિક કંપનીમાં ફેરવનાર મોર્નિંગસાઇડ ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક અને ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. નિક કોટેચા OBE DLની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી લેસ્ટર (DMU)ના માનદ પ્રોફેસર તરીકે વરણી કરાઇ છે.

ડૉ. નિક કોટેચા OBE DLએ આ સન્માનના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ‘’એકેડેમિયામાં કારકિર્દીની પ્રથમ વિચારણા કર્યાના લગભગ 35 વર્ષ પછી, એન્ટ્રપ્રેન્યોરશીપ, ઇનોવેશન અને ફિલાન્થ્રોપીના માનદ પ્રોફેસર તરીકે વરણી થવા બદલ ‘સન્માનિત અને વિશેષાધિકૃત’ હોવાની લાગણી અનુભવું છું. આ પદનો ઉપયોગ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ઉભુ કરવા, તેમની આકાંક્ષાઓ વધારવા અને ત્યાં તકોની દુનિયા છે તે બતાવવા માટે કરશે.”

“જ્યારે હું પરિવારોને મળું છું અને પ્રો ચાન્સેલર તરીકે આ યુવાનોને ગ્રેજ્યુએશન વખતે સ્ટેજ પર ચાલતા જોઉં છું, ત્યારે મને ગર્વ થાય છે કે DMUએ આ શ્રેષ્ઠ સ્નાતકોને તકો પૂરી પાડી છે. શિક્ષણે ઘણા દરવાજા ખોલ્યા છે અને મને જીવનમાં મહત્વપૂર્ણ તકો આપી છે. જો આજના વિદ્યાર્થીઓ મારી વાર્તાને તેમની આકાંક્ષાઓ વધારવા અને તેમના પોતાના સપનાને અનુસરવાની પ્રેરણા તરીકે જોશે તો હું નમ્ર થઈશ અને હું પ્રોફેસર તરીકેની મારી ભૂમિકામાં સફળ થઈશ. હું સમાન અનુભવોમાંથી પસાર થતા લોકોને અને વંચિત પૃષ્ઠભૂમિના લોકોને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં સહાય કરવા માંગુ છું. વિદ્યાર્થીઓને તકો આપવી છે અને તેમના પોતાના સપનાને અનુસરવા પ્રેરણા આપવી છે.”

દવાઓ અને હેલ્થકેર પ્રોડક્ટ્સના જથ્થાબંધ વેપારી અને નિકાસકાર ડૉ. કોટેચા હંમેશા બિઝનેસમાં સફળ થવા અને સૌથી વધુ જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા માટે પણ પ્રેરિત થયા છે. તેમની કંપનીએ યુકેના અગ્રણી લાઇફ સાયન્સ બિઝનેસીસમાં વધારો કર્યો હતો જે તેના ઉત્પાદનોને દરરોજ બે વાર યુકેની ફાર્મસીઓ અને હોસ્પિટલોમાં પહોંચાડે છે; તેમજ યુનિસેફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને રેડ ક્રોસ જેવી વિશ્વની સૌથી મોટી સંસ્થાઓને તબીબી ઉત્પાદનો સપ્લાય કરે છે. તેમની કંપની 120થી વધુ દેશોમાં નિકાસ કરે છે.

2017માં સ્થાપેલા પોતાના ધ રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ડૉ. કોટેચા અને તેમનો પરિવાર સૌથી વધુ સંવેદનશીલ લોકોને મદદ કરવા, જરૂરિયાતમંદ લોકો માટે જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરવા અને વૈશ્વિક સ્તરે 10 લાખ લોકોના જીવનને સીધા જ બચાવવાના વિઝન સાથે પ્રયાસ કરે છે.

50 વર્ષ યુગાન્ડાથી શરણાર્થી તરીકે યુકે આવેલા ડૉ. કોટેચાએ ન્યુકાસલમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ સાથે કેમેસ્ટ્રીની ડિગ્રી અને પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વધુ ડોક્ટરલ રીસર્ચ સાથે ઇમ્પિરિયલ કૉલેજ લંડનમાં પીએચડી કર્યો હતો. દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોને પ્રેરણા આપવા માટે તેઓ લાફબરો, લેસ્ટર અને અન્ય યુનિવર્સિટીઓ સાથે તેમનું ગાઢ જોડાણ ચાલુ રાખશે. ડૉ. કોટેચા ડીએમયુના પ્રો-ચાન્સેલર પણ છે અને સ્નાતક સમારોહના અધ્યક્ષ પણ છે. ડૉ. કોટેચા યુનિવર્સિટીમાં સલાહકારની ભૂમિકામાં કામ કરવા માટે પણ આતુર છે.

ડૉ. કોટેચાએ તાજેતરમાં જ મૉર્નિંગસાઇડનો બિઝનેસ વેચ્યો હતો અને હવે તેમના જાહેર સેવા કાર્ય અને રેન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દરેક જગ્યાએ જીવન બદલવા માટે પ્રતિબદ્ધ છે.

પ્રો-વાઈસ ચાન્સેલર અને ફેકલ્ટી ઓફ હેલ્થ એન્ડ લાઈફ સાયન્સના ડીન સાઇમન ઓલ્ડરોયડે જણાવ્યું હતું કે: “DMU ડૉ. કોટેચાને માનદ પ્રોફેસર તરીકે આવકારતા ખૂબ જ ગર્વ અનુભવે છે. તેમણે વિશ્વભરમાં લાખો લોકોને મદદ કરી છે.’’

LEAVE A REPLY

five × four =