વડા પ્રધાન ઋષિ સુનક દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમનું બ્રિટનના બિઝનેસીસ અને વિદ્યાર્થી જૂથોએ સ્વાગત કરી તેને ટોચની પ્રતિભાઓની સરળ હિલચાલ સુનિશ્ચિત કરવા માટેનું એક મહાન પગલું ગણાવ્યું છે.

ગયા બુધવારે સુનકે વાર્ષિક 3,000 સુધીના 18થી 30 વર્ષની વયના ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને વિઝા ઓફર કરવા માટે આગામી વર્ષની શરૂઆતથી શરૂ થનાર એક યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ભારતીય નાગરિકોને 24 મહિના માટે યુકેમાં રહેવા અને કામ કરવાની પરવાનગી મળશે.

વૈશ્વિક સ્તરે સીટી ઓફ લંડનના ફાઇનાન્સીયલ હબનું પ્રતિનિધિત્વ કરતા સીટી ઓફ લંડનના લોર્ડ મેયર નિકોલસ લિયોન્સે બાલીમાં G20 સમિટમાં કરાયેલી જાહેરાતને આવકારીને અન્ય ક્ષેત્રોમાં પણ બંને દેશો વચ્ચે ઉન્નત આદાનપ્રદાન કરવા હાકલ કરી હતી.

લોર્ડ મેયર જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય વેપાર માટે અવરોધો દૂર કરવાની જરૂર છે અને આના જેવી વિઝા યોજનાઓ એ સુનિશ્ચિત કરવા માટેનું એક શ્રેષ્ઠ પગલું છે જેથી અમે ટોચની પ્રતિભાઓને બજારો વચ્ચે સરળતાથી આગળ વધી શકીએ. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનું ઘર છે અને યુકેના ઐતિહાસિક ભાગીદારોમાંનું એક છે. આથી સમગ્ર યુકેમાં બિઝનેસીસ માટે તકો ઉભી થશે અને વૃદ્ધિ થશે.”

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) એ નવી યોજનાને બંને દેશોના યુવાન પ્રોફેશનલ્સ માટે “જીવનભરની તક” ગણાવી છે અને ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ યુકે-ઈન્ડિયા માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ (MMP)ની મજબૂતાઈની નિશાની છે.

FICCIના ડિરેક્ટર જનરલ અરુણ ચાવલાએ જણાવ્યું હતું કે ‘’આનાથી બંને દેશોના તેજસ્વી યુવા દિમાગને બીજા દેશમાં રહેવા અને કામ કરવા માટે મળશે અને તે જીવનભરની તક બની રહેશે. આ જાહેરાત ગયા વર્ષે સંમત થયેલી યુકે-ઈન્ડિયા માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપની મજબૂતાઈને પણ હાઈલાઈટ કરે છે.”

યુકેના નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (એનઆઈએસએયુ) યુકેના UKના અધ્યક્ષ સનમ અરોરાએ જણાવ્યું હતું કે ‘’નવી સ્કીમ યુકે-ભારત સંબંધોમાં જટિલ કૌશલ્યની અછતને દૂર કરવા માટે મહત્વપૂર્ણ ક્ષણ તરીકે ચિહ્નિત કરે છે. આ યોજના ભારતના પરિપ્રેક્ષ્યમાં ઓવરસબ્સ્ક્રાઇબ થશે. આ યોજના યુવા ભારતીય અને બ્રિટિશ પ્રતિભાના જીવંત સેતુને અન્ય દેશને સમૃદ્ધ બનાવવામાં વધુ મદદ કરશે.”

LEAVE A REPLY

18 − 3 =